ચેતી જજો! રોંગ સાઈડમાં ગાડી લઈને ઘુસ્યા તો થશે એવડો દંડ કે મહિનાનો પગાર થઇ જશે પૂરો…

દિલ્હી: દિલ્હી(delhi)માં લોકો ઘણીવાર રસ્તા પર જમણો કે ડાબો બાજુ જવા માટે કોઈ કટ બનાવ્યો નથી અથવા તો યુ-ટર્ન લેવા માટે લાંબો રસ્તો પસાર કરવો…

દિલ્હી: દિલ્હી(delhi)માં લોકો ઘણીવાર રસ્તા પર જમણો કે ડાબો બાજુ જવા માટે કોઈ કટ બનાવ્યો નથી અથવા તો યુ-ટર્ન લેવા માટે લાંબો રસ્તો પસાર કરવો પડતો હોય છે. ત્યાં શોર્ટ કટ મારતા લોકો ટ્રાફિકના પ્રવાહમાં ઉંધી દિશામાં ગાડી ચલાવીને લઇ જતા હોય છે. આનાથી માત્ર ડ્રાઈવરનું જ નહીં, પણ સામેથી આવતા અન્ય લોકોને પણ અકસ્માતનું જોખમ રહે છે. ટ્રાફિકની ભીડ વધુ હોય તેવા રસ્તાઓમાં આ વલણ સામાન્ય બની ગયું છે, પરંતુ તેના કારણે માર્ગ અકસ્માતો પણ અવારનવાર બને છે. આને ધ્યાનમાં રાખીને, હવે ટ્રાફિક પોલીસ આવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જેઓ રોંગ સાઇડથી ટ્રાફિકના પ્રવાહ સામે ડ્રાઇવિંગ કરતા પકડાશે.

દિલ્હી ટ્રાફિક પોલીસે એવી જગ્યાઓની પણ ઓળખ કરી છે જ્યાં આ નિયમનું ભારે ઉલ્લંઘન થાય છે. જે વર્તુળો હેઠળ આ સ્થળો આવે છે તેના ટીઆઈને આ બાબતે કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા દ્વારા ચેતવણી પણ આપી છે કે, રસ્તાઓ પર ખોટી બાજુથી વાહન ચલાવવું નવા મોટર વ્હીકલ એક્ટની કલમ 184 હેઠળ જોખમી ડ્રાઇવિંગની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે અને જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય પકડાયેલા વ્યક્તિનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ જપ્ત અથવા સસ્પેન્ડ કરી શકાય છે.

ટ્રાફિક પોલીસના સ્પેશિયલ કમિશનર મુક્તેશ ચંદ્રાએ જણાવ્યું છે કે, રોંગ સાઈડ પર વાહન ચલાવવું ટ્રાફિકને ખલેલ પહોંચાડે છે. એટલું જ નહીં, પણ ગંભીર અકસ્માતોનું જોખમ પણ વધારે છે. આમ છતાં, લોકો આ નિયમનું ઉલ્લંઘન કરતા અટકતા નથી. તેને જોતા, લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ આ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો હવે નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ અનુસાર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ભારે દંડ તેમજ લાયસન્સ જપ્ત કરવામાં આવશે.

આ અંગે તમામ સર્કલના ટ્રાફિક ઈન્સ્પેક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને નિયમો તોડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા પણ, જો આ સંદર્ભમાં પુરાવા સાથે સાચી ફરિયાદો પ્રાપ્ત થશે, તો મોકલવામાં આવેલા ફોટો અથવા વીડિયોના આધારે વાહનના માલિક અને ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *