જાણો કેવી રીતે મુંબઈની બે યુવતીઓ અમદાવાદ આવીને કરતી હતી દારૂનો ધંધો

શહેરની અંદર પોલીસ દ્વારા અવારનવાર દારૂને લઈને ઘણી ફરિયાદો નોંધવામાં આવે છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ લોકો નવી નવી ટેકનીક વાપરીને ગુજરાતમાં દારૂ લાવે છે અને ત્યારબાદ તેનું વેચાણ પણ કરતા હોય છે. પોલીસ દ્વારા અવારનવાર આવા જ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ફરી વાર વધુ એક દારૂનો કેસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવ્યો છે અને જેમાં 2 યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી દારૂનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટિમને માહિતી મળી હતી કે, 2 યુવતીઓ અમદાવાદ રેલવે સ્ટેશનના આઉટ ગેટ પાસે ઉભી છે અને તેમની પાસે રહેલ ટ્રાવેલ બેગમાં દારૂનો જથ્થો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરી તેમની પાસે રહેલ ટ્રાવેલ બેગમાંથી દારૂનો જથ્થો મેળવીને કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બંને યુવતીઓ મુસાફર બનીને ટ્રેનમાં આવી હતી અને સ્ટેશન બહાર રાહ જોઈને ઉભી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા શંકાના આધારે તેમની પુકપરછ કરવામાં આવી અને જ્યારે તેમના બેગની તપાસ કરવામાં આવી તો બેગમાંથી દારૂ સહિત 33 હજારનો મુદ્દામાલ પણ મળી આવ્યો અને યુવતીઓનું નામ પૂછતાં હર્ષદા અને નેહા હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકો મુંબઈના અંબરનાથ રેલવે સ્ટેશન પાસે આવેલ અંબર વાઈન શોપમાંથી આ દારૂ લઈને આવ્યા હતા અને જે રેલવે દ્વારા અમદાવાદમાં લઈને આવ્યા હતા. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ દારૂ કોને આપવાના હતા અને આ યુવતીઓ પેહલા પણ આવી રીતે દારૂની હેરાફેરી કઈ ચુક્યા છે કે કેમ અને આ લોકો અમદાવાદમાં કોના સંપર્કમાં હતા એ તમામ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *