હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાંથી મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ સતત વધી રહ્યા છે, એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
અમદાવાદ શહેરનાં નારોલ વિસ્માંતાર મહિલાની સાથે છેડતી થઈ હોવાની એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. નારોલની સમૃદ્ધિ રેસીડેન્સી બીજાનાં ઝઘડામાં વચ્ચે પડીને ઝઘડો છોડાવવાં માટે જતાં મહિલાની સાથે જ છેડતી થઈ છે.
આ ઘટનામાં મહિલાનાં કપડાં ફાડીને અડપલાં કર્યા હોવાની ફરિયાદ નારોલ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે કુલ 3 લોકોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.આ ઘટનામાં મળતી જાણકારી અનુસાર નારોલમાં આવેલ સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતી એક મહિલા સોસાયટીમાં તેનું વાહન પાર્ક કરી રહી હતી.
આ દરમિયાન સોસાયટીમાં રહેતાં લોકોની સાથે થોડી માથાકૂટ થઈ હતી. બીજાનાં ઝઘડામાં વચ્ચે પડીને સમાધાન કરાવવું ખુબ જ ભારે પડ્યું હતું. સોસાયટીમાં રહેતાં અર્પિત પારેખ તથા સતીષ સુથાર મહિલાની નજીક આવ્યા હતાં તેમજ મહિલાની સાથે બીભત્સ ગાળો બોલીને ઝઘડો કરવાં લાગ્યાં હતાં.
મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં બંને ઉશ્કેરાઈને મહિલાની સાથે ઝપાઝપી કરીને શારીરિક અડપલાં પણ કરવાં લાગ્યા હતાં આની સાથે જ મહિલાનાં કપડા ખેંચીને એની ઈજ્જત લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન મહિલાનાં પતિ ત્યાં આવી પહોંચતાં જ બંનેએ મહિલાનાં પતિને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને શર્ટ ફાડી નાંખીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાથી આજુબાજુનાં લોકો એકઠાં થઈ જતાં બંને ત્યાંથી ભાગી ગયા હતાં. ત્યારપછી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં અર્પિત તથા સતીષની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે બંન્ને યુવકની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પતિને આ ઘટનાની જાણ થતાં જ પતિ વચ્ચે પડ્યો હતો.
ત્યારે કુલ 3 શખસે ભેગાં મળીને પતિને ગડદાપાટુનો માર મારીને ગળામાં પહેરેલ કુલ 80,000 રૂપિયાની કુલ 2 તોલાની ચેન તોડીને નુકસાન પણ કર્યું હતું. આ ઘટનાથી આજુબાજુનાં લોકો ભેગા થઈ જતાં જ કુલ 2 શખ્સ પતિ અને પત્નીને ધમકી આપીને ભાગી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews