અમદાવાદ(ગુજરાત): અમદાવાદ શહેરમાં પોલીસ ચોપડે દેહ વેપાર સાથે જોડાયેલી વધું એક હત્યા નોંધાઇ છે. જેમાં ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની હત્યા કરવામાં આવી છે. બાઇક પર આવેલા 2 વ્યક્તિઓએ છરી વડે એક મહિલાની હત્યા કરી ભાગી ગયા હતા. એટલું જ નહીં આ હત્યાને છુપાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ મહિલાની તબિયત બગડતા આ સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. હાલ પોલીસે રહસ્યમય હત્યા કેસને લઇને તપાસ હાથ ધરી છે.
35 વર્ષની પશ્ચિમ બંગાળના એક મહિલાની હત્યા રહસ્યમય બની છે કારણ કે, તેના પ્રેમીએ જણાવ્યું અહ્તું કે, ઈજા અકસ્માતથી થઇ હતી પરંતુ, મહિલાની તબિયત બગડતા હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, 17 તારીખે મૂળ પશ્ચિમ બંગાળ અને વટવામાં રહેતી રેખા નામની મહિલા નારોલ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે બાઈક પર આવેલા 2 વ્યક્તિએ મહિલાને છરીનો ઘા મારીને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેના એક મિત્ર રાજેશ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરીને ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે અંજનાની તબિયત બગડતા એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાજર ડોક્ટરે આ ઈજા અકસ્માતથી થઇ નથી. સારવાર દરમિયાન રેખાનું મોત થતાં પોલીસે તેના પ્રેમીની પૂછપરછ કરતા હત્યાનો મામલો સામે આવતા ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.
રેખાની હત્યાને છુપાવવા માટે પોલીસને ખોટું કારણ જણાવ્યું હતું. જેમાં વટવા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તેમાં મહિલાનું મચ્છી સમારતા છરો વાગ્યો હોવાનું જણાવ્યું હતું. પરતું હોસ્પિટલના ડોકટરે કોઈએ છરીના ઘા માર્યા હોવાનુ જણાવતા ઈસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા તેના મિત્ર સ્વપ્ન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. 19 વર્ષ પહેલા મહિલાના પતિનું મોત થઈ જતાં 9 વર્ષથી અમદાવાદ સ્વપ્નના મિત્ર સાથે રહેતી હતી. પશ્ચિમ બંગાળમાં મૃતક મહિલાના 2 દીકરા રહે છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક મહિલા દેહવેપાર કરતી હતી. મહિલાની રહસ્યમય હત્યામાં ઇસનપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ચેક કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ મૃતક મહિલા રેખાને હોસ્પિટલ સારવાર માટે ગઈ હતી તે હોસ્પીટલના સીસીટીવી સામે આવ્યાં છે. પોલીસ લિવ ઈન રિલેશનમાં રહેતાં સ્વપ્ન અને મિત્ર રાજેશ પર શંકા જતા તેની પણ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, આ રહસ્યમય હત્યાનો ભેદ ઇસનપુર પોલીસ કેટલા સમયમાં ઉકેલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.