ACB ટીમનો સપાટો: સબ રજીસ્ટારને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

Ahmedabad ACB Trap: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.શુક્રવારે ACB ની ટીમે વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં છટકુ ગોઠવીને સબ રજીસ્ટ્રારને પકડી પડ્યો હતો.અને તે લાંચ લેતા(Ahmedabad ACB Trap) રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરિયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. જેની રકમ પેટે સબ રજીસ્ટ્રાર અધિકારીએ દોઢ લાખ રુપિયાની માંગણી કરી હતી.

અધિકારીની માંગણી પછી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.જેને લઈ મદદનીશ નિયામક દિવ્યા રવ્યા જાડેજાના માર્ગદર્શન હેઠળ લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચના છટકામાં અધિકારી તુલસીદાસ મારકણા ઝડપાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

દોઢ લાખ રુપિયાની લાંચ માંગી
ACBની કચેરીમાં એક ફરિયાદીએ વિગતે ફરિયાદ કરી હતી કે વેજલપુર સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા તેની પાસે લાંચની રકમ દોઢ લાખ રુપિયા જેટલી માંગવામાં આવી હતી.પોતે આ રકમ લાંચ પેટે સત્તાવાર સરકારી કામના આપવા ઈચ્છતા નથી. પોતાની માલિકીની મિલ્કતનો દસ્તાવેજ કરવો અને કરી આપવોએ પોતાનો અધિકાર છે, આમ છતાં દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરવા દરમિયાન મોટી રકમ લાંચ પેટે માંગવામાં આવી રહી હતી.

ફરીયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. આ દસ્તાવેજ કરવા માટે પ્રતિ દસ્તાવેજ દીઠ પાંચ હજાર રુપિયાની રકમ સબ રજીસ્ટ્રાર તુલસીદાસે માંગણી કરી હતી. આમ આવડી મોટી રકમ દસ્તાવેજ નોંધણી જેવી કાર્યવાહીના બાબતે માંગવાને લઈ ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.

તે પછી ACB દ્વારા તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં સબ રજીસ્ટ્રારના ઘરમાંથી 58 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ સાથે જ તેમના ઘરે દારૂની 12 બોટલ પણ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *