હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. અમેરિકાના ‘ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન’એ પ્રજાની વચ્ચે ભારતીય મૂળના ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલની જાણકારી આપનારને કુલ 1 લાખ ડોલર એટલે કે (73,95,245 રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત ફરીથી કરવામાં આવી છે.
FBIના જણાવ્યા મુજબ, ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલનો જન્મ ગુજરાતમાં આવેલ વીરમગામ તાલુકાના કંતોદ્રી ગામમાં થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિ FBIની વર્ષ 2017મા જાહેર કરવામાં આવેલ કુલ 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાંથી એક છે. FBI એ ફરીથી આ નામની સાથે ઇનામની રકમ જાહેર કરવામાં આવી છે.
ભદ્રેશકુમારે વર્ષ 2015માં પોતાની પત્નીની હત્યા કરી હતી. ત્યારથી તે ફરાર થઈ ગયો છે. આ અંગે FBIએ લોકોને જણાવ્યું છે કે જો, આ વ્યક્તિ અંગે જાણ હોય કે પછી તેમને ખબર છે કે તે કયાં રહે છે તો તેઓ એજન્સી અથવા તો પાસેના અમેરિકન એમ્બસી સાથે સંપર્ક કરે. ભદ્રેશ છેલ્લી વખત ન્યૂજર્સીની એક હોટલમાં દેખાયો હતો.
ત્યારબાદ તેણે રાજ્યના નેવાર્કમાં એક ટ્રેન સ્ટેશન માટે ટેક્સી લીધી હતી. તે સમયે એની અરૂંડેલ કાઉન્ટીના પોલીસ પ્રમુખ રહી ચૂકેલ ટિમ અલ્ટોમારે રેડિયોને જણાવ્યું હતું કે, આ કેસમાં હિંસા ભડકી હતી. હૃદય કંપાવનાર દ્રશ્યો સર્જાયા હતા તથા આ પોલીસ વિભાગ માટે ઝટકો હતો.
રેડિયોએ અધિકારીઓને કહ્યું હતું કે, આ ઘટના દરમ્યાન પટેલ 24 વર્ષનો હતો. તેણે કથિત રીતે પોતાની 21 વર્ષની પત્ની પર કોફી શોપનાં પાછળના ભાગમાં રસોઇમાં વાપરવામાં આવતાં ચાકુથી ઘા કર્યો હતો. આ દરમ્યાન ત્યાં ગ્રાહકો પણ હાજર હતા. તેઓ બંને ત્યાં કામ કરતા હતા.
અહીં નોંધનીય છે કે, આ ઘટનાના 1 મહિના અગાઉ બંનેના વિઝાનો સમય પૂરો થઇ ગયો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે, ભદ્રેશની પત્ની પલક પટેલ ભારત પરત આવવા માંગતી હતી પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. FBIએ ભદ્રેશને વર્ષ 2017મા ‘મોસ્ટ વોન્ટેડ’ ની યાદીમાં સમાવ્યો હતો પણ હજુ તે કોઇના હાથમાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle