ગઠીયા સાથે ઓનલાઈન મિત્રતા કરવી અમદાવાદી યુવતીને પડી ગઈ મોંઘી: સરપ્રાઈઝ ગીફ્ટના નામે લાખો રૂપિયા ખંખેરી લીધા

અમદાવાદ(ગુજરાત): આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. જેથી શહેરમાં હવે ઓનલાઈન ઠગાઈના કિસ્સા પણ ઘણા વધી રહ્યા છે.  આ દરમિયાન, જાણવા મળ્યું છે કે એક જ દિવસમાં શહેરમાં આઠ ફરિયાદો નોંધાઈ છે. જેમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીમાના નાણા પરત આપવાના નામે ગઠીયાએ રૂપિયા 7.36 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.

મેઘાણીનગરમાં ડિજિટલ પેમેન્ટ કંપનીના કર્મી દ્વારા 75 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. નારણપુરામાં આર્મી જવાન હોવાનું કહી મકાન ભાડે આપવાના નામે 48 હજાર પડાવી લીધા છે. આ ઉપરાંત, પાલડીમાં મહિલાની સાસુની સ્કૂલમાં એડમિશન લેવાના બહાને 75 હજાર સેરવી લેવાયા હતા. સોલા ખાતે બેન્ક મેનેજરના નામે 60 હજાર અને વિદેશથી આવેલા કુરિયર છોડાવવાનું કહી ગઠિયાઓ દ્વારા 1.35 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, વાસણા વિસ્તારમાં Olx પર વસ્તુ લે-વેચના નામે 93 હજાર રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદો નોંધાઈ છે. આ દરમિયાન, પણ આવો જ કિસ્સો નવરંગપુરામાંથી સામે આવ્યો છે. એક મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી એક વ્યક્તિએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહિલાને વિશ્વાસ અપાવવા સરપ્રાઈઝ ગિફ્ટ મોકલવાના બહાને 2.4 લાખ રૂપિયા પડાવી લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા એસ.જી. હાઈવે ઉપર આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે.

મહિલાએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી. જે બાબતે હવે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2021ના મે મહિનામાં મહિલાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર માઈકલ પેટ્રિક નામના વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ પહેલા આવી હતી તે મહિલાએ સ્વીકારી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ મારફતે માઈકલ પેટ્રિક નામના માણસ સાથે મહિલાએ વાતચીત ચાલુ કરી હતી અને આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

મહિલા સાથે માઈકલ પેટ્રિક દરરોજ વોટ્સએપ વોઇસ કોલ જ કરતો હતો. આ દરમિયાન, બંને વચ્ચે ફક્ત મિત્રતા જ હતી. માઈકલ પેટ્રિકે મહિલાને જણાવ્યું કે, તેની માતાને તે બહુ ગમે છે અને લગ્ન કરવા માંગે છે. મહિલાએ જણાવ્યું કે, તમારી માતાને જોયા વગર લગ્ન માટે પસંદ કરી તે સારું કહેવાય, પરંતુ આ બાબતે તમારા ઉપર વિશ્વાસ નથી. જેથી માઈકલ પેટ્રિકે મહિલાને જણાવ્યું કે, તમને વિશ્વાસમાં લેવા માટે હું તમને એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલું છું. પરંતુ, મહિલાએ આ બાબતે પોતાના ઘરે વાત ન કરી હોવાથી ગિફ્ટ લેવાની ના પાડી હતી. છતાં આ વ્યક્તિએ મહિલાને ગિફ્ટ મોકલી હતી.

આ ઉપરાંત, એક નંબર ઉપરથી મહિલાને વોટ્સએપ કૉલ આવ્યો હતો અને પોતાની ઓળખ ડિલિવરી પર્સન તરીકે આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જેમ્સ જણાવ્યું હતું. જણવા મળ્યું છે કે, જેમ્સે આ પાર્સલ માઈકલ નામના વ્યક્તિએ લંડનથી મોકલ્યું છે અને તેને કસ્ટમમાંથી છોડાવવા માટે 25,500 રૂપિયા ચૂકવવા પડશે તેવું જણાવ્યું હતું. જેથી મહિલાએ રૂપિયા google pay કર્યા હતા. બાદમાં ટુકડે ટુકડે મહિલાના ખાતામાંથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, ચાર દિવસમાં આ શખ્સે નૂર શેખ નામની વ્યક્તિના મધ્યમગ્રામ બ્રાંચમાં 30,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ નજમા ખાતુન નામની વ્યક્તિના એકાઉન્ટમાં 1.1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચિત્રા ભંડારી નામની વ્યક્તિના એકાઉન્ટમાં 32 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત, મહિલાએ આ પૈસા ટ્રાન્સફર કર્યા છતાં પણ તેને ગિફ્ટ મળી ન હતી. ત્યા

રબાદ જેમ્સે વધુ એક લાખ રૂપિયા માંગતા મહિલાને પોતે છેતરાઈ હોવાનું લાગતાં ગિફ્ટ કઈ કંપનીમાંથી મોકલી છે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદમાં જેમ્સે સ્પ્રિંગ લોજિસ્ટિક ડિલિવરી કંપનીનું નામ આપ્યું હતું. આ ઉપરાંત, મહિલાએ પોતાના 2.4 લાખ રૂપિયા ચાંઉ થઈ જતા માઈકલ પેટ્રિક અને અન્ય લોકો સામે અરજી કરવામાં આવી હતી. જે બાબતે હવે નવરંગપુરા પોલીસ દ્વારા ગુનો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *