ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરત શહેરમાં પરિણીત વ્યક્તિ દ્વારા આત્મહત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચમાં એક યુવતી તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ થોડા મહિના પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. આ પછી તે સુરતમાં રહેવા લાગી. પરંતુ હવે તેણે આત્મહત્યા કરીને અચાનક જ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું હતું. મહિલાના પિતાએ પતિ વિરુદ્ધ આત્મહત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ હવે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના નેતરંગના વેકુતા ગામમાં રહેતા રમેશ રતિલાલ વસાવાની 19 વર્ષની પુત્રી સુનિતાને ગામના રહેવાસી સંતોષ નટુ વસાવા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, પ્રેમલગ્નમાં તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ એક વર્ષ પહેલા આ દંપતિએ ભાગીને લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા પછી સંતોષ અને સુનીતા સુરત ગયા હતા.
હાલમાં બંને સુરતના મોટા વરાછાના અબરામ રોડના દરબારી વિસ્તારમાં રહેતા હતા. લગ્નના થોડા દિવસો બાદ સંતોષે તેની પત્ની સુનીતા સાથે નાની નાની બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. સુનિતાએ પરિવાર વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને તેના પિતાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. સુનિતાએ તેની મોટી બહેન શર્મિલાને તેના પર થતા અત્યાચાર વિશે જણાવ્યું હતું.
આ પછી સંતોષે તેની પત્ની સુનિતાને યોગ્ય રીતે રાખવાનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં તેણે ફરીથી તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. તો પતિના ત્રાસથી કંટાળી સુનીતાએ 13 તારીખે ઘરે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle