હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હની ટ્રેપ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. ગીતા પઠાણ ઉપર આરોપ લાગ્યો છે કે, તે હનીટ્રેપ ગેંગને મદદ કરતા હતા અને જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલા PI ગીતા પઠાણની ક્રાઇમ બ્રાંચની ધરપકડ કરી
જે તે સમયે મહિલા પોલીસ સ્ટેશન બહાર હનીટ્રેપ કૌભાંડ ચાલતું હતું, બાદમાં બદલી આવતા પાટણમાં ફરજા બજાવતા, પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે, PI ગીતા પઠાણ વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ થઈ ચૂકી છે.
નોંધનીય છે કે, આ ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે, આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત હોવાનું સામે આવ્યું છે. આ દરેક લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, જીતેન્દ્ર મોદી નામનો ગેંગનો માસ્ટર માઈન્ડ જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યારબાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. બાદમાં મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. બાદમાં વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટના બાદ જે-તે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા હતા. બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા કે, આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. મહિલા પીઆઈની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને અત્યાર સુધી કેટલા રૂપિયાના તોડ કર્યા છે તેની તપાસ શરુ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.