જાણો કેવીરીતે એક નાનકડી બેદરકારીના કારણે આખા ટ્રકમાં પસરી ગયો કરંટ અને ત્રણ લોકોના…

ક્યારેક કયારેય નાની એવી બેદરકારી પણ જીવલેણ બની જતી હોય છે એવી જ ઘટના પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં સામે આવી છે. વાદોડર ગામમાં ટ્રકમાં…

ક્યારેક કયારેય નાની એવી બેદરકારી પણ જીવલેણ બની જતી હોય છે એવી જ ઘટના પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં સામે આવી છે. વાદોડર ગામમાં ટ્રકમાં જેસીબી મશીન ભરી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગ ઉપર પસાર થતી મુખ્ય વીજ લાઇનના જીવંત વીજ વાયરને જેસીબી અડકી ગયું હતું. જેથી વીજ કરન્ટ આખા ટ્રકમાં ફરી વળ્યો હતો. બીજી તરફ વીજ કરન્ટ ફરી વળ્યાની જાણ થતાં કેબીનમાં બેઠેલા ચાલક, ક્લીનર અને અન્ય એક વ્યક્તિ ટ્રકમાંથી ઉતરવાના પ્રયાસ કરતી વખતે ક્લીનર ટ્રકના દરવાજાને પકડી નીચે ઉતરવા જતાં વીજ કરન્ટનો ભોગ બની ઘટના સ્થળે જ મોતને ભેટ્યો છે.

આ ઘટના માં મોરવા હડફ તાલુકાના વંદેલી ગામે જેસીબી મશીન ઉતારવા માટે એક ટ્રક મશીન ટ્રકમાં ભરી વાડોદર ગામના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. જેસીબી મશીન એ ટ્રકમાં ભરેલું હોવાથી જે ટ્રકની સાચી બોડી કરતાં પણ ઉંચાઈના ભાગે હતું .જેથી ટ્રક ચાલકે માર્ગ ઉપર પસાર થતી વેળાએ ઉપરના ભાગે પસાર થતી વીજ લાઇન કે વૃક્ષની કાળજી રાખવી નિવાર્ય છે. નાની બેદરકારી પણ મોત ને ઘાટ ઉતારી દે છે.

આ ઉપરાંત જેસીબી મશીન ભરી ને જઈ રહેલા ટ્રકમાં ચાલક,ક્લીનર અને અન્ય એક વ્યક્તિ હતા.વાદોડર ગામમાં ટ્રક પસાર થતી વેળાએ માર્ગ ઉપરથી પસાર થતી વીજ લાઇનને જેસીબી મશીનનો ભાગ અડકી ગયા બાદ ટ્રક ચાલકને જાણ થઈ હતી.

તેમજ જીવંત વીજ વાયર લોખંડના મશીનના સંપર્કમાં આવતાં જ ટ્રક અને જેસીબી મશીનમાં હેવી વીજ લાઈનનો કરન્ટ ફરી વળ્યો હતો. એક તરફ વીજ કરન્ટ ટ્રકમાં પ્રસરી ગયાની જાણ થતાં જ ચાલક અને અન્ય એક વ્યક્તિ સાવચેતી વાપરી ને ટ્રકના કોઈપણ ભાગના કોન્ટેકમાં ન આવી જવાય તે માટે સુધબુધ વાપરી કેબીન માંથી નીચે કૂદી ગયા હતા જેથી બંનેનો આબાદ બચાવ થયો હતો. જયારે ક્લીનર સર્જન બારીયા ટ્રકના કેબીન માંથી નીચે ઉતરતી વખતે ટ્રકની બોડીના સંપર્કમાં આવી જતાં વીજ કરન્ટ લાગ્યો હતો અને સર્જન બારિયાનું ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.બનાવની જાણ થતાં જ મોરવા હડફ પીએસઆઇ અને વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.વીજ લાઈનનો પુરવઠો બંધ કરાવવામાં આવ્યા બાદ ટ્રકને લાઇન નીચેથી દૂર કરવામાં આવી હતી. આગળ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *