હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રાજ્યમાં પોઝીટીવ કેસમાં સતત વધારો જ થતો જાય છે. ત્યારે આવાં સમયમાં ઘણીબધી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જ અમદાવાદમાંથી એક ઘટના સામે આવી રહી છે.
અમદાવાદ શહેરમાં આવેલ મણિનગર વિસ્તારમાં રહેતી મહિલા કોરોના પોઝિટિવ હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં આવેલ પૂના ગયા હોવાને લઇને દંપતીની વિરુદ્ધ એપેડેમિક એકટ મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. હોમ ક્વોરન્ટીનનો ભંગ કરીને પતિ-પત્ની બંને કાર લઇને સંબંધીની ખબર કાઢવા માટે પૂના ગયા હતા. આ દંપતીનું આ પ્રકારનું બેજવાબદારી ભર્યા પગલાથી ઘણાં લોકોને ચેપ પણ લાગી શકે છે.
મણિનગર શ્રીધર એપાર્ટમેન્ટમાં રહેતી નીલમબહેન ગાયકવાડે 28 જુલાઈનાં રોજ ધન્વતરી રથમાં એન્ટીજન ટેસ્ટ કરાવતા જ તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. લક્ષણ વિનાનાં કોરોના હોવાથી તેઓને પણ હોમ ક્વોરન્ટીન થવાની માર્ગદર્શન આપીને મેડિકલ ટીમ એમના ઘરે આવશે એવું પણ કહ્યું હતું.
પણ, 31 જુલાઈનાં રોજ જ્યારે મણિનગર વોર્ડની મેડિકલ ટીમ નીલમબહેનના ઘરે પહોંચી ત્યારે ઘરે તાળું મારેલું હતું. જેને પગલે મેડિકલ ટીમ આ અંગે આજુબાજુનાં રહીશોને પૂછતાં બહાર ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
બીજા દિવસે ફોન પર જ વાત કરતા કોરોના પોઝિટિવ મહિલાનાં પતિ મનિષભાઈએ જણાવતાં કહ્યું હતું, કે 28 જુલાઈનાં રોજ જ એમના પત્નીની સાથે તેઓ પૂના ગયા હતાં તેમજ હોસ્પિટલમાં દાખલ પણ કર્યા છે. કોરોના પોઝિટિવ હોવા છતાં પણ ગાઈડલાઈનનો ભંગ કરીને તેઓ છેક પૂના પહોંચી જતાં જ મણિનગર પોલીસ સ્ટેશનમાં મેડિકલ ઓફિસરે ફરિયાદ પણ નોધાવી છે.
AMCની મેડિકલ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહેલ એન્ટીજન ટેસ્ટ દરમિયાન એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તરત જ તેને સારવાર માટે મોકલવા માટે તપાસ પણ હાથ ધરી હતી. પણ, અમેરિકાની ફ્લાઈટ પકડવા જઈ રહેલ વ્યક્તિ મેડિકલ ટીમની સૂચનાને અવગણીને એરપોર્ટ જવા માટે નીકળી ગઈ હતી.
જેનાંથી મેડિકલ ઓફિસરે આ બાબતે અમદાવાદ એરપોર્ટને પણ તાત્કાલિક જાણ કરી હતી. તેને ફ્લાઈટમાં જતાં અટકાવી હતી. આમ, મેડિકલ ટીમ તેમજ એરપોર્ટ તંત્રની સતર્કતાથી ઘણાં પ્રવાસીઓને પણ કોરોનાનાં ચેપથી બચી ગયા હતા. જો, આ વ્યક્તિ નીકળી ગઈ હોત તો પણ ફ્લાઈટની સાથે જ એરપોર્ટ પર પણ ઘણા લોકોને ચેપ લાગી શકત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP