અમદાવાદ(Ahmedabad) શહેરમાં વૈરાગ્યના રંગોનો ઉત્સવ આવ્યો છે. આ વાત છે જૈન(Jain) સમાજના દીક્ષા સમારોહની. જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં રહેતા દિનેશકુમાર બગરેજાની 8 વર્ષીય મુમુક્ષુ આંગી બગરેચા આજે સુરત (Surat)માં પાલ(Pal) ખાતે ગુરૂરામ પાવન ભૂમિ ખાતે દીક્ષા લેશે. જે અંતર્ગત 23મી એપ્રિલે આંગીનો વર્ષીદાનનો વરઘોડો પણ નીકળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આંગી લોકડાઉન દરમિયાન સુરતામાં આવી હતી. ત્યારે તે ગચ્છાધિપતિ વિજય હેમપ્રભુસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ તેમજ જૈન સમાજના ઘણા પુસ્તકો વાંચી તેમાંથી ધ્યાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેના મનમાં દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ હતી.
આંગી આજે સવારે 8 વાગ્યે તે ગચ્છાધિપતિ આ. હેમપ્રભુસૂરિશ્વરજીની નિશ્રામાં દીક્ષા લેશે. મુમુક્ષુ આંગી કુમારીની વર્ષીદાન યાત્રા ગુરૂરામ પાવનભૂમિથી નીકળી રાજહંસ એલીટા થઈને પરત ગુરૂરામ પાવન ભૂમિ ખાતે સંમન્ન થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.