સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર આત્મહત્યાની આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે. વડોદરા શહેરમાં આવેલ સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમિટી હોટલમાં અમદાવાદના આધેડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
આધેડ વ્યક્તિની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં અલ્પેશભાઈએ કુલ 10 લોકોના નામ લખ્યાં છે. આની સાથે જ નાણાંકીય લેવડ-દેવડ અંગે પણ અલ્પેશભાઈએ લખ્યું છે. સ્યૂસાઈડ નોટમાં અલ્પેશભાઈએ આ સમગ્ર ઘટના મામલે ભાગીદારને જવાબદાર ગણાવ્યો છે.
આની ઉપરાંત આરોપીઓ ઘણીવાર અલ્પેશભાઈ અને એમના પરિવારને મારી નાખવાની ધાક-ધમકી આપીને હેરાન કરતા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ત્યારે આજે સવારે પોસ્ટમોર્ટમ કરાયા પછી મૃતદેહ એમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.
અલ્પેશભાઈએ લખેલ સ્યૂસાઇડ નોટ :
“નાગાર્જુનભાઈ, ભરતભાઈ ભુતીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઈ, અનિરુદ્ધસિંહ સનાથલ, મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લકી વાઘેલા, ભરતસિંહ જોધા, અમિત ખુટ બાપુનગર આ તમામ લોકો મને ખુબ હેરાન કરે છે. આને કારણે હું કંટાળીને આપઘાત કરું છું. મારા ઘરવાળાનો કોઈ વાંક નથી.
લોકડાઉનમાં પેમેન્ટ આવતું નથી. પહેલા એક મહિના અગાઉ કુલ 2,48,00,000 રૂપિયા લોકોને આપેલ છે. મને વારંવાર દબાણ કરવામાં આવે છે તેમજ મારી નાખવાની ધાક-ધમકીઓ આપવામાં આવે છે. આની સાથે જ તારા છોકરાને મારી નાખીશ એવું કહે છે. મારા ભાગીદાર નરેન્દ્રસિંહ આના જવાબદાર છે.
મને માનસિક રીતે ખુબ હેરાન કર્યા છે અને એ પણ કુલ 2 કરોડ રૂપિયા કમાઇને બેઠો છે પણ મને સહકાર આપતો નથી. હું આપઘાત કરવા માટે જઈ રહ્યો છું. જયા આ લોકોને છોડતી નહીં, ખુબ રૂપિયા કમાવીને લઇ ગયા છે. દિલિપ તું મારા છોકરાનું ધ્યાન રાખજે.
આ બધુ કરવા પાછળ નરેન્દ્રસિંહ વાઘેલા મારો ભાગીદાર છે એનો હાથ રહેલો છે. રૂપિયા કમાઈને ઘરે લઈ ગયો છે તથા માર્કેટની સમસ્યા છે તો કોઈ સપોર્ટ આપતું નથી. મને ક્યાયથી સપોર્ટ મળે એમ નથી માટે હું આ પગલું ભરું છું. કુશ (એમનો દીકરો) મમ્મીનું કહ્યું માનજે જો મેં ના માન્યું તો આ પરિણામ આવ્યું.
વિધી હું તારા સપના પૂર્ણ ન કરી શક્યો એનું મને ખુબ દુખ છે. મને માફ કરી દેજે. બેટા હું ખુબ થાકી ગયો છું માટે આ પગલું ભરું છું. મને છોકરા માફ કરજો. તમારી ઉંમર થઈ પણ હું કાંઈ કરી ન શક્યો લોકોને કમાઈને આપ્યું છે.’
આરોપીઓ અલ્પેશભાઇનાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા :
મૃતકની પત્ની જયાબેન અલ્પેશભાઇ પટેલે કરેલ ફરિયાદ મુજબ આરોપીઓ એમના પતિની પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા માટે ઘણીવાર માંગણી કરતા હતા તથા અલ્પેશભાઇ અને એમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાની સાથે જ અલ્પેશભાઇને પણ મરવાની દુષ્પ્રેરણા આપતા હતા.
હોટલમાંથી ચેકઆઉટનો સમય થવા છતાં રૂમની બહાર નીકળ્યા ન હતા :
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ પાગટ્ય રેસિડેન્સીમાં રહેતા માત્ર 49 વર્ષનાં અલ્પેશભાઇ નાગજીભાઇ પટેલ સોમવારની સાંજે સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમિટી હોટલમાં રોકાયા હતા. હોટલમાંથી તેઓને રૂમ નં-5 આપવામાં આવ્યો હતો.
હોટલમાં ID પ્રૂફ તરીકે પોતાનું આધાર કાર્ડ આપ્યું હતું. મંગળવારનાં રોજ તેઓને ચેકઆઉટ થવાનું હતું પરંતુ તેઓ તેઓનો સમય પૂરો થવા છતાં રૂમમાંથી બહાર ન નીકળતા હોટલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે પરિવારને જાણ કરતા મૃતકના ભાઇ વડોદરા આવ્યાં :
આ દરમિયાન બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી તેમજ મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. બીજી તરફ અલ્પેશભાઇ પટેલના આપઘાતની જાણ તેઓના પરિવારને કરવામાં આવતા એમના ભાઇ મંગળવારે મોડી રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા.
પોલીસે મૃતકના ભાઇની પાસેથી પ્રાથમિક માહિતી મેળવીને આપઘાતનો ગુનો નોંધી તપાસની શરૂઆત કરી હતી. આજે સવારમાં અલ્પેશભાઇની લાશનું પોસ્ટમોર્ટમ થયા પછી લાશ પરિવારને અંતિમ વિધી માટે સુપરત કરી દેવામાં આવી હતી.
આધેડે નાણાંની લેવડ-દેવડમાં આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું :
સયાજીગંજ પોલીસ મથકના પોલીસ જવાન લંગેશભાઇએ જણાવતા કહ્યું હતું કે, અમદાવાદના અલ્પેશભાઇ પટેલે નાણાંની લેવડ-દેવડમાં આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવ્યું છે. પોલીસે મૃતકની પત્ની જયાબેન અલ્પેશભાઇ પટેલની ફરિયાદને આધારે કુલ 10 આરોપીઓની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle