તાજેતરમાં આફ્રિકન દેશ ઇથોપિયાના હિંસાગ્રસ્ત તિગ્રેમાં એક ગામમાં ભીડભાડ વાળા બજાર પર હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ હુમલામાં 50થી વધુ લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા ઘટના નજરે જોનારા લોકોના હવાલાથી આ માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે, સૈનિકોની મેડિકલ ટીમને ઘટનાસ્થળે જતા રોકી દેવામાં આવી છે.
આ અંગે તિગ્રેની પ્રાદેશિક રાજધાની મેકેલેમાં 2 ડોક્ટર્સ અને એક નર્સે જણાવ્યું છે કે, તેઓ મૃતકોની વાસ્તવિક સંખ્યા કેટલી છે તે ચોક્કસ નથી કહી શકતા. જોકે, એક ડોક્ટરે ઘટનાસ્થળે હાજર સ્વાસ્થ્ય કર્મીઓના હવાલે કહ્યું છે કે, 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે. તોગોગામાં થયેલા આ કથિત હવાઈ હુમલા નવેમ્બરમાં શરૂ થયેલા સંઘર્ષથી ચાલી રહેલ ભીષણ લડાઈ વચ્ચે થયો છે. આ દરમિયાન ઈથોપિયાના પ્રધાનમંત્રીના એક પ્રવક્તાએ આ સંબંધમાં કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ ઉપરાંત હુમલામાં ઘાયલ કેટલાંક લોકોની સારવાર મેકેલેના આયડર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘાયલ દર્દીઓએ સ્વાસ્થ્ય કર્મીઓને જણાવ્યું કે, તોગોગાના બજાર પર એક વિમાન દ્વારા બોમ ફેંકવામાં આવ્યા હતા. સ્વસ્ત્ય કર્મીઓએ જણાવ્યું કે, તોગોગા પહોંચવા પ્રયાસ કરતી એમ્બ્યુલન્સના એક કાફલાને તુંકુલ પાસે સૈનિકો દ્વારા પરત મોકલી દેવામાં આવી હતી. આ ઉપરાંત બુધવારે સવારે પણ અનેક એમ્બ્યુલન્સને પરત મોકલી દેવામાં આવી હતી. પરંતુ, મેડિકલ સ્ટાફનું એક ગ્રુપ અન્ય રસ્તે મંગળવાર સાંજે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
મેડિકલ સ્ટાફ દ્વારા લગભગ 40 લોકોની સવાર કરવામાં આવી રહી છે. તેમને મેકેલેમાં પોતાના સહયોગીઓને જણાવ્યું છે કે, ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. કારણ કે, કેટલાંક લોકો હુમલા બાદ ત્યાંથી ભાગી ગયા હતા. તેમને કહ્યું કે, ઘયાલોમાં પાંચને ઇમર્જન્સી ઓપરેશનની જરૂર છે, પરંતુ, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ તેમને ત્યાંથી કાઢી શકતા નથી. મેકેલેન ડોક્ટરોમાંથી એકે જણાવ્યું કે, અમે વિનંતી કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી અમને ત્યાં જવાની પરવાનગી મળી નથી. એટલે અમને નથી ખબર કે કેટલા લોકોના મોત નીપજ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.