PM મોદીના શપથ સમારોહમાં સામેલ થશે વિશ્વના આ મુખ્ય મહેમાનો, જાણો કોણ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં BIMSTECના રાષ્ટ્રના નેતાઓ સહિત આઠ દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. બિમ્સટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં BIMSTECના રાષ્ટ્રના નેતાઓ સહિત આઠ દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. બિમ્સટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાથ દેશ સામેલ છે. જે બંગાળની ખાડી  સાથે જોડાયેલા છે.

આ દેશોમાં ભારત સિવાય, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાન સામેલ છે. તે સિવાય ભારતે કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરેશિયસના વડાપ્રધાનને પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસના અવસર પર મોરેશિયસના વડાપ્રધાનને ચીફ ગેસ્ટનું આમંત્રણ અપાયું હતું. વડાપ્રધાન મોદીએ 2014માં પોતાના પ્રથમ કાર્યકાળમાં શપથ દરમિયાન સાર્ક દેશોના નેતાઓને આમંત્રિત આપ્યુ હતું. જેમાં પાકિસ્તાનના તત્કાળ વડાપ્રધાન મંત્રી નવાઝ શરીફ પણ સામેલ હતા.

બિમ્સટેક દેશોના નેતાઓને આમંત્રણના સંબંધમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પાડોશી પ્રથમ નીતિ હેઠળ આ આમંત્રણ અપાયું છે. જોકે, આ વખતે પાકિસ્તાનને દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે. પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે તણાવને કારણે મોદી સરકારે પાકિસ્તાનને દૂર રાખવાનો નિર્ણય લીધો છે.

જોકે, પાકિસ્તાની વડાપ્રધાને ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જીત બદલ ફોન પર અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદી બીજા કાર્યકાળ  માટે 30 મેના રોજ સાંજે સાત વાગ્યે શપથ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *