લોકસભા ચૂંટણીના ચોથા ચરણમાં સોમવારે ઘણા બધા બોલિવૂડ સ્ટાર મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે અક્ષય કુમાર મોત નો આપ્યો જેના કારણે લોકોમા અસંતોષ જોવા મળ્યો. દેશભક્તિ અને સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો કરનાર અક્ષય થોડા દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ‘બિનરાજકીય’ ઇન્ટરવ્યૂ લેતા જોવા મળ્યા હતા.
આવામાં પ્રશ્નો ઊભા થાય છે કે શું અક્ષય ફક્ત પૈસા કમાવા છે દેશભક્તિ નો ઉપયોગ કરી રહ્યા છે?
અક્ષય કુમારના જનસંપર્ક અધિકારી સાથે પણ અભિનેતા મત નથી આપ્યો તે સંબંધી જાણકારી માંગવામાં આવી હતી પરંતુ તેની પાસેથી કોઈ પણ જવાબ ન મળ્યો. અક્ષય કુમાર પાસે ભારતની નાગરિકતા નથી પરંતુ તે કેનેડિયન નાગરિક છે. અક્ષય કુમારે ભારતની નાગરિકતા ત્યાગીને કેનેડાની નાગરિકતા સ્વીકાર કરી હતી. કેનેડામાં પોતાના ફિલ્મના પ્રમોશન વખતે તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની જીંદગીના અંતિમ વર્ષો કેનેડામાં જ વિતાવશે.
જો અક્ષયને પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોત તો ભારતની નાગરિકતા ત્યાગી કેનેડા ની નાગરિકતા ન સ્વીકારત.
તેમની પત્ની ટ્વિંકલ ખન્નાએ જુહુમાં મતદાન કેન્દ્ર પર જઇને મત આપ્યો પરંતુ અક્ષય સાથે ન દેખાણો. ત્યારબાદ અક્ષય કુમારને લઇને સોશિયલ મીડિયા પર લોકો જાત જાતની ટિપ્પણીઓ કરવા લાગ્યા જેમાં તેમની નાગરીકતા અને દેશભક્તિને લઈને પણ કટાક્ષ થયો.