પ્રોફેસરે PM મોદી વિશે કરી ભવિષ્યવાણી અને યુનિવર્સિટીએ રાતોરાત કરી દીધા સસ્પેન્ડ, જાણો હકીકત

Published on: 6:36 am, Thu, 9 May 19

મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સીટી ના પ્રોફેસરે કથિત ભવિષ્યવાણી કરતા કહ્યું કે ભાજપને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે, અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની છે. મધ્યપ્રદેશના ઉજ્જેન માં આવેલી વિક્રમ વિશ્વવિદ્યાલયમાં જ્યોતિર્વિજ્ઞાન વિભાગના અધ્યક્ષને ચૂંટણીની આચાર સહિંતનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. સમગ્ર સમાચાર વાંચીને તો તમે પણ ચોંકી જશો. વાત એમ છે કે જ્યોતિષ શાસ્ત્રના આ પ્રોફેસરે પોતાના ફેસબૂક પર ભાજપ માટે કથિત ભવિષ્યવાણી કરી હતી. ભાજપની જીત ઉપર કહ્યું કે મોદીજીને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે. અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની છે.

વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડિ.કે બગ્ગાએ બુધવારે જાહેર કર્યું કે સોશિયલ મીડિયામાં રાજનૈતિક પોસ્ટ લખવી અને આચાર સંહિતાનું ઉલ્લંઘન બદલ અધ્યક્ષ રાજેશ્વર શાસ્ત્રી મુસલગાંવકરને સસ્પેન્ડ કરે છે. જે બાદ પ્રોફેસરે જાહેરમાં માફી માગીને ફેસબુક પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.

સમગ્ર ઘટના બાદ ભાજપ દ્વારા આ અંગે પ્રશ્નો ઉભા થયા છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ કહ્યું કે અનેક વિષયોમાં જ્યૉતિષ શાસ્ત્રના વિદ્વાનો ભવિષ્યવાણી કરે તે સામાન્ય બાબત છે. આ પ્રકારનું સસ્પેન્સન એ એકદમ ખોટી બાબત છે તેને પરત લેવુ જોઈએ