હાલમાં ફરી એકવાર ટેસ્લા (Tesla) ના CEO (Chief executive officer) એલન મસ્કરો (Alan Muscar) એમેઝોન (Amazon) ના જેક બેઝોસ (Jack Bezos) પાસેથી સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવી લીધો છે. બ્લુી મલર્ગ બિલિયનેયર્સ ઇન્ડેકસના મત પ્રમાણે કંપનીના શેરની કિંમતમાં વધારો નોંધાતા મસ્કની કુલ સંપતિ 213 અરબ ડોલર સુધી પહોંચી ગઇ છે. આ બેઝોસની કુલ સંપતિથી અંદાજે 16 અરબ ડોલર વધુ છે.
જેક બેઝોસ 197 અરબ ડોલરની સંપતિ સાથે બીજા સ્થાને તેમજ 160 અરબ ડોલર સાથે બનોર્ડ અર્નાલ્ટ ત્રીજા સ્થાને રહેલા છે. આ વર્ષ દરમિયાન જાન્યુઆરી માસમાં મસ્ક બેઝોસને પછાડીને વિશ્વના સૌથી ધનિષ્ઠ વ્યકિત બની ગયા છે પણ તેઓ તાજને લાંબા સમય સુધી બચાવી શકયા ન હતા તેમજ ગયા ફેબ્રુઆરી માસમાં બેઝોસએ ફરી એલન મસ્કરો તાજ પોતાના નામે કર્યો છે.
મસ્ક તથા બેઝોસ બહુ મોટા હરીફ છે. બંનેની વચ્ચે ઘણીવખત ટવીટર પર પણ ચળભળ થતી હોય છે. આ લીસ્ટમાં ભારતના મુકેશ અંબાણી 96.8 અબજ ડોલર સાથે 11માં સ્થાને જયારે ગૌતમ અદાણી 69.2 અબજ સાથે 14માં ક્રમ પર રહેલા છે. જો આપણે ટોચના 15 ધનિકોની વાત કરીએ તો તેમાં અમેરીકાના 9 અબજોપતિ સામેલ છે.
જયારે ભારત તથા ફ્રાન્સના ફક્ત બે -બે જ અબજો પતિઓ, સ્પેન, મેકિસકોના એક એક સમૃદ્ધ વ્યકિત પણ તેમાં સામેલ થયેલ છે. આપને જણાવી દઈએ કે, એલન મસ્ક SpaceX કંપનીના સ્થાપક છે. આ સાથે જ ટેસ્લા મોટર્સના સહ સ્થાપક તથા સોલારસીટી કંપનીના મુખ્ય સ્થપતિ પણ છે.
તેઓ OpenAIના સહ-ચેરમેન, Zip2ના સહ-સ્થાપક તથા X.comના સ્થાપક છે કે, જે પૅપાલ કંપની સાથે મળી ગઇ છે. જૂન 2016 પ્રમાણે તેમની સંપત્તિ ફક્ત 11.5 અબજ અમેરિકન ડોલર હતી, જે તેમને વિશ્વમાં 83મા ધનાઢય વ્યક્તિઓની યાદીમાં આવે છે.
એલન મસ્કે નવેમ્બર વર્ષ 2020માં જ બિલ ગેટ્સને પાછળ મુકીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સમયે તેમની પાસે કુલ 128 અબજ ડૉલરની સંપત્તિ હતી. ગત 12 માસમાં એલન મસ્કની સંપત્તિમાં 150 અબજ ડૉલરથી વધુનો વધારો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.