એવું કહેવાય છે કે, ગાંધીના ગુજરાતમાં દારુ પીવાતો નથી પણ હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે જેને જાણીને તમે દંગ રહી જશો. એમ તો આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે પરંતુ રાજ્યસભામાં સમગ્ર દેશમાં નશા પર આધારિત લોકોનો એક આંકડો રજૂ કરવામાં આવ્યો છે કે, જેમાં ગુજરાતને લઈ ચોંકાવનાર ખુલાસો થયો છે.
હાલમાં રાજ્યસભામાં એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો કે, જેમાં ભારતના રાજ્યોમાં કેટલા પ્રમાણમાં દારૂ પીવાઇ રહ્યો છે તેના આંકડાની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ એક જાણકારી સામે આવી છે. આ જાણકારી ગુજરાતીઓ માટે ખુબ શરમજનક સાબિત થઈ શકે છે.
કેટલા ગુજરાતીઓ પીવે છે દારૂ?
સામાજિક અધિકારિતા તથા સશક્તિકરણ મંત્રાલયે રાજ્યસભામાં રજૂ થયેલ આંકડાઓ પરેશાનીમાં મૂકે એવા છે. આ ડેટા નારાયણસ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલ આંકડાઓ પર આધારિત છે. આ ડેટા એઇમ્સ દ્વારા વર્ષ 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો.
રાજસ્થાન કે બિહાર કરતાં પણ ગુજરાત આગળ:
મળી રહેલ જાણકારી પ્રમાણે રાજ્યમાં કુલ 4.3% લોકો આલ્કોહોલ ડીપેન્ડન્ટ છે એટલે કે આ લોકો નિયમિતપણે દારૂનું સેવન કરી રહ્યા છે. જેમાં ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતાં લોકોનો સમાવેશ કરવામાં આવતો નથી. કુલ વસ્તીના 4.3% લોકો એટલે કે, 19.53 લાખ લોકો એડિક્ટ છે.
આ આંકડો જ્યાં દારૂ પીવાની કાયદાકીય છૂટ રહેલી છે એટલે કે, એવા રાજ્યો કરતાં પણ વધારે છે. રાજસ્થાનમાં ફક્ત 2.3% જયારે બિહારમાં 1% લોકો દારૂનું વ્યસન ધરાવે છે. જયારે જમ્મુ કશ્મીરમાં 4% જેટલો દારૂ પીવામાં આવે છે.
36.5 લાખ લોકો દારૂ કે ડ્રગ્સના બંધાણી:
આ સર્વેમાં થયેલ ચોંકાવનાર ખુલાસામાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, સમગ્ર ગુજરાતમાં કુલ 8% લોકો ડ્રગ્સ તથા દારૂના બંધાણી છે એટલે કે, કુલ 36.5 લાખ લોકો આવા પ્રકારના નશાઓ પર આધારિત થઈ ગયા છે. જે ખુબ શરમજનક બાબત છે.
આ સર્વેમાં તંબાકુનો સમાવેશ કરવામાં આવ્યો નથી નહીં તો આપણો “માવો” તો બધા રેકોર્ડ્સ તોડી નાખે! એટલે કે આ 8% લોકો ફક્ત દારૂ અથવા તો ચરસ-ગાંજા કે અફીણ પર જ આધારિત રહેલા છે. ઓપોઇડ્સ એટલે કે અફીણ તેમજ તેને લગતી બનાવટો પર આધારિત લોકોની સંખ્યા 1.46% એટલે કે, કુલ 6.64 લાખ રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.