ભાવનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા, તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને પેટ્રોલીંગ કરી દારૂ અને જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન શિહોર, ભાવનગર રાજકોટ રોડ, કુષ્ણપાર્ક સોસાયટીના ગેટ પાસે આવેલ કિશાન માર્બલ ગ્રેનાઈટના કારખાના સામે જાહેર રોડ પર આવતા હેડ કોન્સટેબલ રાજપાલ સિંહ સરવૈયાને બાતમી મળી હતી કે, નરેશભાઈ ઉર્ફે લતીફ નંદલાલ ભાઈ જાળેલા દ્વારા એક બંધ બોડીના અશોક લેલન્ડ કંપનીના ટ્રક નં.GJ-18-AZ-9531માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાહુલ બારૈયા દ્રારા આ દારુના જથ્થાની હેરફેર કરાવવાનો છે. જે ભાવનગર રાજકોટ હાઈવે શિહોર તરફ આવવાનો છે. આ દરમિયાન, બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતા ટ્રક રજી નં. GJ-18- AZ-9531માં ડ્રાયવર પ્રતાપસિંહ અને કલીનર ભૈરુ સિંગ ટ્રકમાં હાજર હતા. આ દરમિયાન, ટ્રક ચેક કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારુ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
1. ૨,૦૪,૦૦૦ની કિંમતની કિંગ ફીશર સુપર સ્ટ્રોગ બિયર ૫૦૦ MLની ટીન નંગ-૨૦૪૦
2. ૧,૧૫,૨૦૦ની કિંમતની 50-50 બ્લ્યુ વ્હીસકી ૭૫૦ MLની બોટલ નંગ.૩૮૪
3. ૧,૮૦,૦૦૦ની કિંમતની કાઉન્ટી કલ્બ ડીલક્ષ વ્હીસકી ૭૫૦ MLની બોટલો નંગ-૬૦૦
4. ૨૩૦૦ના પ્લાસ્ટીકના ભુરા કલરના કેરેટ નંગ:- ૨૩
5. ૧૦,૦૦,૦૦૦ની કિંમતનો ટ્રક અશોક લેલન્ડ કંપનીનો રજી. નંબર- GJ-18-AZ-9531
6. ૧૦,૦૦૦ના બે મોબાઈલ
આમાં પકડાયેલ આરોપીઓને પકડાયેલ ઈંગ્લીશ દારુ-બિયરના જથ્થા બાબતે પુછતા તેણે રાજસ્થાન ઉદયપુરથી પરવત સિંગ રાઠોડના ટ્રકમાં ભરી રાહુલ ભાઈ લક્ષ્મણભાઈ બારૈયા સાથે લઈ દારુ-બિયરનો જથ્થો શિહોર દેવગાણા રહેતા નરેશભાઈના ઘરે આપવાનો હોવાની હકીકત જણાવી હતી. જેથી ઉપરોક્ત જણાવેલ તમામ ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા સાહેબ તથા એન.જી. જાડેજા, સાહેબની સુચના અને માર્ગ દર્શન અનુસાર હેડ કોન્સ્ટેબલ રાજપાલ સિંહ સરવૈયા, ઘનશ્યામભાઈ ગોહીલ, મહેંદ્રભાઈ ચૌહાણ, હરેશભાઈ ઉલવા, બાવકુદાન કુંચાલા તથા પો. કોન્સટેબલ બિજલભાઈ કરમટીયા તથા ડ્રાપો. કોન્સટેબલ મહેન્દ્રસિંહ જાડેજા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.