ગુજરાતમાં અવાર-નવાર દારૂની મહેફિલ માણતા લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી રહે છે. ત્યારે આજરોજ વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે, જેના આધારે ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ બંગ્લોમાં શનિવારે રાતે ચાલતી હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી 13 યુવતી સહિત 23 નબીરાઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસને મળેલી માહિતી અનુસાર, દરોડા પાડતા ગોત્રી ચેકપોસ્ટ ઝાયડસ બિલ્ડીંગની ગલીમાં નેપ્ચ્યુન ગ્રીન ગ્રહમાં કેટલાંક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે ઉપરોકત સ્થળે રેડ કરતાં દારૂના નશામાં ચુર યુવકોના હોશ ઉડી ગયા હતા આ તમામ લોકો દારૂનો ભરપૂર નશો કર્યું હોવાનું જણાવતાં પોલીસે તેઓની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસને બંગ્લોમાંથી વોડકા, ટકીલાની બોટલો મળી આવતાં તમામના લોહીના નમૂના લીધા હતા. યુવતીઓના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. સ્થળ પરથી મળી આવેલી 4 કાર અને 10 નંગ મોંઘાદાટ મોબાઈલ મળી કુલ રૂ. 27 લાખની મતા જપ્ત કરાઈ હતી.
પોલીસે તેઓની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી
પોલીસની રેડ દરમ્યાન ઘટનાસ્થળેથી 3 દારૂની ખાલી બોટલો એક અડધી બોટલ અને કાચની બોટલ અને 26 ગ્લાસ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલ 10 મોબાઈલ ફોન, ચાર ફોરવીલર મળીને કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસ દરમિયાન નેપ્ચ્યુન ગ્રીનના જે મકાનમાં દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં રહેતા રાજ હિતેશભાઈ પંજાબીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી.
દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાં રહેતા રાજ હિતેશભાઈ પંજાબીની બર્થડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ યોજવામાં આવી
પોલીસે રાજ હિતેશભાઈ પંજાબી, વિશાલભાઈ શર્મા (રહે. સ્પ્રિંગ રિટ્રીટ, વાસણા ભાયલી રોડ), માલવેર કેતનભાઇ પ્રજાપતિ (રહે. ગોત્રી), વાત્સલ્ય પંકજ શાહ(રહે. અંતરીક્ષ એલિગંજ વાસણાં રોડ), રોહીન વિષ્ણુભાઈ પટેલ (રહે. ભવાનીપુરા સોસાયટી નિઝામપુરા), કેતનભાઇ પરમાર (રહે. સાકેત એપાર્ટમેન્ટ જુના પાદરા રોડ) આદિત્યશ્રી સુરેન્દ્રસિંહ પરમાર(રહે. નિર્મલ નગર સોસાયટી અકોટા) વ્રજ સચીન ભાઈ શેઠ(રહે. શ્રીનગર સોસાયટી, અકોટા) મારુક સાદીક અલી પાદરી(રહે. આંગન બંગ્લોઝ, તાંદલજા) અને વરુણ ગૌતમભાઈ અમિન(રહે. સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ)નો સમાવેશ થાય છે.
મહેફિલમાંથી પકડાયેલા કોલેજિયનોના નામ
રાજ હિતેશભાઇ ચગ(પંજાબી), (રહે, 5, નેપ્ચ્યુન ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, ગોત્રી, વડોદરા) – રહે, 5, ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, માર્કેટિંગ, USA
શાલિન વિશાલભાઇ શર્મા, (રહે, ડી-501, સ્પ્રીંગ રીટ્રીટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા ) – વાસણા ભાયલી રોડ, એન્જીનીયરીંગ, ગાંધીનગર
માલવેગ કેતનભાઇ પ્રજાપતિ (રહે, 201,202, વ્રજનંદન ફ્લેટ, ગોત્રી, વડોદરા) – વ્રજનંદન ફ્લેટ, ગોત્રી, એડવરટાઈઝ, મુંબઇ
વાત્સલ્ય પંકજભાઇ શાહ (રહે, અંતરીક્ષ એલીગંજ, વાસણા રોડ, વડોદરા) – અંતરિક્ષ એલિગંજ, વાસણા રોડ, બિઝનેશ મેનેજમેન્ટ, કેનેડા
રોહિત વિષ્ણુભાઇ પટેલ (રહે, 20, ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા, વડોદરા) – ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા, કોમર્સ, કેનેડા
ધ્રુવિલ કેતનભાઇ પરમાર (રહે, એ-102, સાંકેત એપાર્ટમેન્ટ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા ) – સાકેત એપાર્ટમેન્ટ, જુના પાદરા રોડ, બિઝનેસ મેનેજમેન્ટ, રાજકોટ
આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (રહે, 11, નિર્મલનગર સોસાયટી, અકોટા, વડોદરા) – નિર્મળનગર સોસાયટી, અકોટા, BBA, કેનેડા
વ્રજ સચિનભાઇ શેઠ (રહે, 41, શ્રીનગર સોસાયટી, અકોટા, વડોદરા) – શ્રી નગર સોસાયટી, અકોટા, એમબીએ, મુંબઇ
મારુક સાદ્દીકઅલી પાદરી, (રહે, 3/4, આંગન બંગ્લોઝ, તાંદલજા, વડોદરા) – આંગન બંગલોઝ, તાંદલજા, લો, લંડન
વરૂણ ગૌતમભાઇ અમીન (રહે, 53, સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ, વડોદરા) – સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ, એન્જીનીયરીંગ, USA
નામ અભ્યાસનું સ્થળ
રાજ અમેરિકામાં માર્કેટિંગનો કોર્સ
વરૃણ અમેરિકામાં એન્જિનિયરીંગ
રોહિત કેનેડામાં કોમર્સ
શાલિન ગાંધીનગર એન્જિનિયરિંગ
મારૃક લંડન લોનો અભ્યાસ
ધ્રુવીલ રાજકોટ બિઝનેસ મેનેજમેન્ટ
યુવકો વિદેશમાં અભ્યાસ કરે છે
વત્સલ કેનેડામાં બિઝનેસ કોમ્યુનિકેશન
વ્રજ મુંબઇ એમ.બી.એ.
આદિત્ય કેનેડા બી.બી.એ.
માલવેગ મુંબઇ બિઝનેસ મીડિઆ એડવર્ટાઇઝમેન્ટ
જ્યારે નિફ્ટી સ્થળેથી મળી આવેલી તે યુવતીઓ પોતે કોલ્ડડ્રિંક અને સોફ્ટ ડ્રિંક પીધું હોવાનું પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરતાં પોલીસે તમામ યુવતીઓના બ્લડ સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટના આવ્યા બાદ પોલીસ આ યુવતીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે આ તમામ યુવક-યુવતીઓ કોલેજ સ્ટુડન્ટ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેઓ દારૂની બોટલો ક્યાંથી લાવ્યા કોની પાસેથી લાવ્યા અગાઉ કેટલી વખત ક્યાં પાર્ટી કરી છે તે વિગતો હજી પોલીસ મેળવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle