ભાજપની મિલીભગતથી બુટલેગરો બેફામ: ખુલ્લેઆમ થઈ રહ્યું છે દારૂનું વેચાણ – જુઓ વિડીયો

ગુજરાતમાં ગાંધીજીના સમયથી દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા સમય પહેલા…

ગુજરાતમાં ગાંધીજીના સમયથી દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા સમય પહેલા જ અમદાવાદમાં ABVP ના વિદ્યાર્થી નેતા દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા. ત્યારે હવે આજ રોજ જાહેરમાં દારૂની પોટલી વહેચતા હોય તેવો વિડીયો હાલમાં સુરતમાંથી સામે આવી રહ્યો છે.

હાલમાં એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. સુરતમાં દેશીદારૂની રેલમછેલનો વધુ એક પૂરાવો મળ્યો છે. ઉધનાના પાંડેસરા વિસ્તારમાં દારૂની રેલમછેલ જોવા મળી. એક યુવકે પાંડેસરા વિસ્તારમાંથી જતા બુટલેગરને અટકાવી અને તપાસ કરી. ત્યારે વાહનમાંથી દેશીદારૂની થેલીઓ મળી આવી હતી. સુરતના ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ડિંડોલી વિસ્તારમાં દેશીદારૂની હેરાફેરી થતી હોવાનો પણ દાવો યુવક કરી રહ્યા છે.

આ એક વિડીયો વાઈરલ થતા લોકો અનેક પ્રકારના સવાલો કરી રહ્યા છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, શું આ છે ગુજરાતમાં દારૂબંધી? ગુજરાતમાં બુટલેગરો પર કાર્યવાહી ક્યારે? દારૂબંધીનો કડક અમલ ક્યારે કરાશે?. સુરત પોલીસને કેટલો હપ્તો મળે છે? સુરત પોલીસને આ અંગે જાણ નથી કે, આંખો બંધ કરી દીધી છે? શું રાજ્યમાં દારૂબંધી પોલીસના હપ્તા મેળવવાનું એક સાધન જ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *