દારૂની હેરફેર કરવાં માટે અનેકવિધ રસ્તાઓ શોધી કાઢતા હોય છે. ઘણીવાર એમ્બ્યુલન્સમાં તો ઘણીવાર શાકભાજીના ટેમ્પોમાં દારુની હેરફેર કરતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આ વખતે સચિન નવસારી રોડ પર આવેલી કપ્લેથા ચેક પોસ્ટ પર બેંકની ATM કેશવાનમાં દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરની સચીન પોલીસની હદમાં કપ્લેથા ચેક પોસ્ટ પર વાહનોનું ચેકીંગ કરતી વખતે કુલ 3 કરોડ જેટલી રકમ લઈને આવી કહેલી ATM વાનમાંથી કુલ 5,490 રૂપિયાનો દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે 2 સિક્યુરીટી ગાર્ડ સહિત કુલ 4 લોકોની વિરૂધ્ધ ગુનો દાખલ કરીને બેંક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
ચેકિંગ વખતે કેશવાનમાં કેશ મુકવામાં આવી હોવાંથી પાછળનો ભાગ લોક હતો. ડ્રાઇવરના કેબિનને ચેક કરતા તેમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. ATM કેશવાનમાંથી દારૂની બોટલ મળી આવતા પોલીસે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશમાં જાણ કર્યા પછી સુરક્ષા વ્યવસ્થાની સાથે કરોડોની રકમ ભરેલી કેશવાનને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી.
ચેકિંગમાં ડ્રાઇવરના કેબિનમાંથી 5,490 દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કેશવાનના 2 સિક્યુરીટી ગાર્ડ સહિત 3 લોકો દારૂની બોટલની હેરાફેરી કરી રહ્યાં હતા. પોલીસે કેશવાનના ડ્રાઇવર ગણેશ પાટીલ, 2 સિક્યુરીટી ગાર્ડ વિનોદ યાદવ તથા શૈલેન્દ્ર યાદવની ઉપરાંત સંજય પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સચિન પોલીસ સ્ટેશનના PI દેસાઇ જણાવે છે કે, ATM માં કેશ લોડ કરવાની કામગીરી કરતી એજન્સીએ એક્સીસ બેંકના 3 કરોડ રૂપિયાની રકમ લઇ કેશવાન સેલવાસથી સુરતની વિવિધ બેંકમાં જઇ રહી હતી. કેશવાનમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે બેંક અધિકારીઓને જાણ કરતા તેઓ પણ પહોંચી ગયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle