કોરોના રસી આવી પહોચી અમદાવાદ એરપોર્ટ- જાણો કોને મળશે મફત વેક્સીનનો પહેલો લાભ

કોરોના : કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો ગુજરાતમાં પહોંચ્યો. પૂણે થી અમદાવાદ એરપોર્ટ પર પહેલો જથ્થો આવી પહોંચ્યો. તા. 16મીથી ગુજરાતમાં વેક્સિનેશનનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે…

Covishield delhi

કોરોના : કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો ગુજરાતમાં પહોંચ્યો. પૂણે થી અમદાવાદ એરપોર્ટ પર પહેલો જથ્થો આવી પહોંચ્યો. તા. 16મીથી ગુજરાતમાં વેક્સિનેશનનો પ્રારંભ થશે.

ઉલ્લેખનીય છે કે આજે નવીદિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે દેશભરમાં આગામી 16 જાન્યુઆરી થી શરુ થઇ રહેલા કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગેના જરૂરી માર્ગદર્શન માટે બેઠક યોજી હતી.

પુણેની સિરમની કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્ય સચિવ જયંતી રવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ વેસ્કિનને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે.

ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ 5 લાખ 60 હજાર જથ્થો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો અત્યારે આવશે. જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *