સરકાર માન્ય સેનેટાઈઝર વિતરણના વાહનમાં દારૂ ની હેરફેર? પોલીસે ઝડપી ગાડી

હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ હોય પણ તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફક્ત કોઈ ઈમરજન્સી આવી પડે તો જ વ્યક્તિને યોગ્ય કારણ સાથે બહાર નીકળવા દેવામાં આવે છે. જો કોઈ કારણ વગર બહાર નીકળે છે તો પોલીસ અધિકારીઓ યોગ્ય પગલાઓ ભરે છે.

ગુજરાતમાં એક મામલો જે ખુબ જ ચર્ચામાં રહે છે, તે છે ગુજરાતમાં દારૂબંધી. ભારતમાં ઘણા રાજ્યોમાં દારૂબંધી કરવામાં આવી છે, એવું જ એક રાજ્ય છે આપણું ગુજરાત. અવારનવાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ કોરોના વાયરસના ભયંકર વાતાવરણમાં સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં આજે એક એવી ઘટના સામે આવી છે, જેને જાણી તમે ચોંકી જશો.

એક અમદાવાદનો વ્યક્તિ સેનેટાઇઝર સર્વિસની આડમાં દારૂની સમલિંગ કરી રહ્યો હતો. આ વ્યક્તિએ તેની બાઈક પર સરકાર માન્ય સેનેટાઇઝર સર્વિસ સેવા તરીકે નું પોસ્ટર લગાડી અંદર દારૂ લઇ જઈ રહ્યો હતો અને પોલીસે રંગે હાથ પકડી પડ્યો છે. જેમની તસ્વીરો સોસિયલ મીડિયામાં વાયરલ થઇ ચુકી છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *