29 ડિસેમ્બરે એકસાથે 4 સરકારી પરીક્ષા લેવાશે, ઉમેદવારો મુજવણમાં

29 ડિસેમ્બરે એકસાથે રાજ્યમાં વિવિધ બોર્ડ દ્વારા ચાર પરીક્ષાનું આયોજન કરાયું હોવાથી ઉમેદવારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કચેરી અધિક્ષક અને કાર્યલય અધિક્ષકની પરીક્ષા, કૃષિ યુનિવર્સિટી માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા, એમએસ યુનિવર્સિટીમાં GSLET – 2019ની પરીક્ષાનો સમાવેશ થાય છે. ઉમેદવારો એક કરતાં વધુ ભરતી માટે અરજી કરતા હોવાથી ઉમેદવારોએ ત્રણ પરીક્ષા ગુમાવવી પડશે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકારની પરીક્ષાનું આયોજન કરતી એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ છે, જેના કારણે એક જ દિવસે એક કરતાં વધુ ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું આયોજન થાય છે.

તમામ ઉમેદવારોને દરેક પરીક્ષાનો લાભ મળે તેવી વિપક્ષની માગ

મુખ્યમંત્રીને તમામ ઉમેદવારોને દરેક પરીક્ષાનો લાભ મળે તેવી માગ કરવાની સાથે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણસેવા દ્વારા લેવાનારી પરીક્ષામાં 1.5 લાખ ઉમેદવારો જ્યારે કે કૃષિ યુનિવર્સિટીની ભરતીમાં 94 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યાં છે. પરીક્ષાનો સમય પણ સમાન હોવાથી ઉમેદવારોએ કઇ પરીક્ષામાં હાજરી આપવી જે અંગે અસંમજસતા જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *