જુઓ હિંસક વિડીયો, આરોપ: ABVPના ગુંડાઓએ એ હથોડા તલવાર લઈને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં હિંસાનો મામલો સામે આવ્યો છે. જેએનયુ વિદ્યાર્થી સંગઠન (JNUSU)એ દાવો કર્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (એબીવીપી) હિંસા કરી છે. જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આયશી ઘોષ પર રવિવારે કેમ્પસમાં હુમલો થયો. આ હુમલામાં તે ઘાયલ થઇ ગઇ હતી. આયશીએ કહ્યું- માસ્ક પહેરીને આવેલા અમુક બદમાશોએ મારા પર હુમલો કર્યો અને મને ખરાબ રીતે માર માર્યો.

JNU ના કેમ્પસમાં મારકૂટનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં માસ્ક પહેરેલા લોકો સ્ટુડન્ટ યુનિયન અધ્યક્ષ અને વિદ્યાર્થીઓ પર હુમલો કરતા દેખાય છે. આ દરમિયાન દેખાવકારો કહી રહ્યા છે કે તમે કોણ છો ? કોને ડરાવવા માગો છો ? એબીવીપી,ગો બેક.

JNUના સ્ટુડન્ટ યુનિયને એબીવીપી પર મારકૂટનો આરોપ લગાવ્યો

જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીમાં છેલ્લા બે મહિનાથી ફી વધારાને લઇને પ્રદર્શન ચાલી રહ્યું છે. રવિવારે સવારે પણ વિદ્યાર્થીઓ તેમની માંગણીઓને લઇને વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન મારકૂટની ઘટના બની. સ્ટુડન્ટ યુનિયને એબીવીપી પર આ ઘટનામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

જેએનયુએસયુએ દાવો કર્યો હતો કે સાબરમતી અને અન્ય છાત્રાલયોમાં એબીવીપી પ્રવેશ કર્યો અને વિદ્યાર્થીઓને માર માર્યો. આ સાથે એબીવીપી દ્વારા પથ્થરો અને તોડફોડ પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *