Surat Ganapathi Visarjan: ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામા થઈ ગઈ છે. હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ છે. 12 મહાકાય ક્રેઈર્નની મદદથી ગણપતિજીનું વિસર્જન થશે. રાધે કૃષ્ણ ગ્રૂપના (Surat Ganapathi Visarjan) સહયોગથી બોટ પૉઈન્ટ ઓવરો હજીરા ખાતે વિસર્જન થશે. ત્યારે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
હજીરામાં કરવામાં આવી તૈયારી
હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં 12 મહાકાય ક્રેનની મદદ થી રાધે કૃષ્ણ ગ્રૂપના સહયોગથી બોટ પૉઈન્ટ ઓવરો હજીરા ખાતે વિસર્જન ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. જેમાં 12 ક્રેન,12 ફોર્કલીફ્ટ,9 સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા મોટી ઊંચાઈની ગણેશ પ્રતિમાનુ સુરક્ષીત વિસર્જન કરવામાં આવશે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાતા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારો મુલાકાતે પહોચ્યા હતા. તેમજ સમગ્ર તૈયારીઓ તેમજ કોઇપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપવામાં આવી હતી. સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ઓવારાના સ્વયં સેવકો સાથે વાતચીત કરી યોગ્ય માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
કમિશનરે સમીક્ષા કરી
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યુ કે, અમે વ્યવસ્થા જોવા આવ્યા છીએ. તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સારી રીતે વિસર્જન થાય તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તમામ વિસર્જનની પ્રક્રિયા ઝડપી અને સારી રીતે થવાની છે ત્યારે લોકો પણ સાથ સહકાર સારી રીતે આપે તે જરૂરી છે.
21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકાના નવું ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. વરાછા ઝોનમાં ટી.પી.સ્કીમ નંબર-60, ફાઈનલ પ્લોટ-આર-45 પર કૃત્રિમ તળાવ તળાવ બનાવવા માટે ગત વર્ષે થયેલા 35.49 લાખના ખર્ચ સામે ચાલુ વર્ષે 38.01 લાખના ખર્ચે તળાવ બનાવાશે. જ્યારે ઉધના ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર-22માં ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે અને ટી.પી. સ્કીમ નંબર-6 ખાતે રોકડીયા હનુમાન મંદિરની સામે કૃત્રિમ તળાવ બનાવવા 53.82 લાખનો અંદાજ રજુ કરાયો છે.
જેમાં અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવર બ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ, ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નામાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષબાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દાંડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, ONGC સર્કલ પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાટેના સર્કલ, ખરવરનગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડલાઇનર સર્કલ, અણુવ્રત દ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રીજ તથા અન્ય વિસ્તારોની BRTS તેમજ સીટી બસોની સેવા સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. જેથી મંગળવારે ગણેશ વિસર્જનનાં દિવસે તમામ સિટી બસ તથા BRTSના રૂટ સદંતર બંધ રાખવામાં આવશે.
સર્જન કાર્ય સંપન્ન થાય તેના માટે પણ તંત્ર દ્વારા પ્રયાસો
આ ઉપરાંત કતારગામ ઝોનમાં 61.36 લાખના ખર્ચે, અઠવા ઝોનમાં 44.11 લાખના ખર્ચે અને સરથાણા ઝોનમાં 60.28 લાખના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવા માટેની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આવતી કાલે સૂર્યાસ્ત પહેલા તમામ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કાર્ય સંપન્ન થાય તેના માટે પણ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App