Jaggery Astrology Remedy: આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈના કોઈ કારણે પરેશાન છે. દરેક માટે પૈસાની તંગી પરેશાનીનું સૌથી મોટું કારણ છે, તો ઘણા ધન સંપત્તિ હોવા છતાં લગ્નના કારણે પરેશાન છે. જયારે કેટલાક લોકો એવા પણ હોય છે જેની પાસે બધું હોવા છતાં શારીરિક મુશ્કેલીઓએ ઘેરેલા હોય છે. હિન્દુ શાસ્ત્રમાં આ બધાના કારણ વ્યક્તિની કુંડળીમાં (Jaggery Astrology Remedy) ગ્રહોની કમજોર સ્થિતિ જણાવવામાં આવી છે. જ્યોતિષ અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં ગ્રહ કમજોર હોય છે, એમણે કોઈને કોઈ પ્રકારના દુઃખોનો સામનો કરવો પડી શકે છે. એવામાં કેટલાક ઉપાય તેમજ પૂજા-પાઠને અપનાવી ગ્રહોને મજબૂત કરી શકાય છે. જો કોઈનો સૂર્ય મંગળ કમજોર હોય તો એને નોકરી, વેપાર, પૈસાની આર્થિક તંગી વગેરેથી પરેશાન થવું પડી શકે છે. જયારે, ગુરુ કમજોર હોવા પર ઘરમાં મંગળ કાર્યો થવામાં સમસ્યા અથવા લગ્ન વગેરે જેવા કાર્યોમાં બાધા આવી શકે છે.
આજે અમે તમને ગોળના કેટલાક નાના-નાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને તમે આર્થિક તંગીથી લઈને લગ્નમાં વિલંબ સુધીની સમસ્યાઓને દૂર કરી શકો છો. આવો જાણીએ ગોળના ઉપાયો વિશે.
લગ્નથી લઈને કામ સુધીની સમસ્યાઓ?
જો તમારી કુંડળીમાં ગુરુ ખરાબ હોય તો તમારે ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે ગોળનો ઉપાય અપનાવવો જોઈએ. ગુરુવારે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો. આ સિવાય કેળાની પૂજા કરતી વખતે ગોળ અને ચણા ચઢાવો, તમારી બધી પરેશાનીઓ દૂર થશે. લગ્નમાં ઊભી થતી સમસ્યાઓ અથવા કામમાં અટકેલી પ્રગતિનો ઉકેલ આવશે.
કંકાશ દૂર થશે
એવું કહેવાય છે કે જે ઘરમાં સવાર-સાંજ ઝઘડા થતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો. પરિવારમાં આંતરિક લડાઈ ક્યારેક આર્થિક તંગીનું કારણ બની શકે છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. સવાકિલો ગોળને જમીનમાં દાટી દો. આ ઉપાયથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યોમાં આનંદનું વાતાવરણ બની રહેશે.
શું તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો?
જો તમે તમારા ખરાબ સ્વાસ્થ્યને કારણે ચિંતિત હોવ તો રોજ ગાયને રોટલી ખવડાવો. આ સિવાય પક્ષીને અનાજ પણ ખવડાવો. આ બધા સિવાય ગુરુવારે ગાયને ઘી અને ગોળ મિશ્રિત રોટલી ખવડાવો, જેના કારણે ધીમે-ધીમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો દેખાવા લાગશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App