જાણો કઈ રીતે નોટબંધી દરમ્યાન મોદી સરકારની વાહ વાહી કરનારા Yes Bank ના સ્થાપકે જ બેંક ડુબાડી

છેલ્લા ૨૪ કલાકથી દેશભરમાં Yes Bank નીચે ચર્ચાઓ થવા લાગી છે. યસ બેન્ક ડૂબવાની તૈયારીમાં છે. નાણામંત્રાલય અને RBI એ યસ બેન્કને બજારમાં ટકાવી રાખવા પૂરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ પુર આવ્યા પહેલા પાળ ન બંધાતા હવે યસ બેન્ક ને બચાવી લગભગ અશક્ય લાગી રહી છે. આરબીઆઈ હાલમાં યસ બેન્ક ની સંપત્તિ નો કવોલીટી મૂલ્યાંકન કરી રહી છે અને આગામી ૩૦ દિવસમાં નક્કી કરશે કે, દેશની ચોથી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક નું મર્જર કરવું કે પછી ટેક ઓવર.

આરબીઆઇ ની જાહેરાત બાદ યસ બેન્ક માત્ર 3 કલાકમાં પોતાનું 50% રોકણ ગુમાવી ચુકી છે અને હજુ પણ વધુ નુકસાન થઇ શકવાની ભીતિ છે. નાણામંત્રાલય યસ બેન્ક સંકટ પર સતત નજર બનાવી રહ્યું છે અને આ બાબતે પ્રધાનમંત્રી મોદી સાથે પણ સતત વાર્તાલાપ થઈ રહ્યો છે. સરકાર એસબીઆઈ અને એલ.આઇ.સી સાથે પણ સંપર્કમાં છે. તજજ્ઞ અર્થતંત્રો નું માનીએ તો આરબીઆઈ ની મંજૂરી બાદ SBI યસ બેન્કમાં ભાગીદારી રાખી શકે છે.

શું છે યસ બેંકના સંકટ નું કારણ?

યસ બેન્ક ની પડતીની શરૂઆત વર્ષ 2011માં શરૂ થઈ. જ્યારે સ્થાપક અશોક કપૂર નું મોત થયું. યસ બેંક ની સ્થાપના કપૂર પરિવાર દ્વારા કરવામાં આવી હતી. અશોક કપૂર ના મૃત્યુ બાદ તેમની પત્ની પોતાની દીકરી શગુન ને બેંકના બોર્ડ માં સામેલ કરવા માંગતી હતી. પરંતુ પરિવારના જ સહસ્થાપક રાણા કપૂર આ વાત થી સહમત ન હતા. જેથી આ સમગ્ર મામલો મુંબઈની કોર્ટ સુધી પહોંચ્યો અને જીત રાણા કપૂરની થઈ. થોડા સમય બાદ આ કુટુંબીક વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું અને Ranveer Gill ને બેંકના મેનેજિંગ ડિરેક્ટર નીમવામાં આવ્યા. આ દરમિયાન બેંકના કોર્પોરેટ ગવર્નન્સ ના અમુક કરારો સામે આવ્યા અને બેંક દેવા નીચે આવી ગઈ ધીમે ધીમે સમય બદલાયો અને બેંકના રોકાણકારોએ પોતાની ભાગીદારી વેચવાનું શરૂ કર્યું..

Rana Kapoor પોતાના શેરને હીરા-મોતી કહેતા હતા અને કદી વેચવા માંગતા નહોતા. પરંતુ ઓક્ટોબર 2019 માં પરિસ્થિતિ એવી થઇ કે, રાણા કપૂર અને તેના ગ્રુપની ભાગીદારી માત્ર 4.72 ટકા રહી ગઈ. ત્રણ ઓક્ટોબરે સિનિયર ગ્રુપના પ્રેસિડેન્ટ રજત મોંગા એ રાજીનામુ ધરી દીધું અને સપ્ટેમ્બરમાં પોતાની ભાગીદારી પણ વેચી દીધી.

Yash bank ના ગ્રાહકોના લિસ્ટમાં retail થી વધુ કોર્પોરેટ ગ્રાહકો છે. યસ બેન્ક એ જેમને જેમને લોન આપી છે તેમાંથી મોટાભાગની કંપનીઓ નુકશાનમાં ચાલી રહી છે. મોટાભાગની કંપનીઓ દેવાળું ફૂંકવાની મૂકવાની તૈયારીમાં છે. જેને કારણે લોન ની રકમ પરત આવવાની કોઈ શક્યતાઓ નથી. જેના કારણે બેંક ડુબવા લાગી અને બેંકની હાલત ખરાબ બની.

આ તમામ ઘટનાક્રમ બાદ યશ બેંકના સંચાલકો અને સતત કોઈને કોઈ સંકટ આવ્યા અને સ્થાપક રાણા કપૂરને પણ પદ ગુમાવવું પડ્યું. આરબીઆઈ દ્વારા એક કરોડ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો, કારણકે યસ બેન્ક મેસેજિંગ સોફ્ટવેર સ્વીફટ ના નિયમો નું પાલન કરી રહી નહોતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *