વડતાલ સ્વામિનારાયણ સાધુ ફરી આવ્યા ચર્ચામાં, મહિલાને વીડિયો કોલ અને ચેટિંગ કર્યાના આક્ષેપ

આ પહેલા પણ ગુજરાત પોલીસે નકલી નોટો છાપતી એક ગેંગનો પર્દાફાશ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ અને આ ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત પાંચ વ્યક્તિની ધરપકડ…

આ પહેલા પણ ગુજરાત પોલીસે નકલી નોટો છાપતી એક ગેંગનો પર્દાફાશ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ અને આ ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 26 હજાર રૂપિયાની નકલી નોટો છાપી હતી. તેમની પાસેથી 70 લાખ રૂપિયાની નોટો મળી આવી હતી. તેઓ પ્રસાદના બોક્સમાં નકલી નોટો પહોંચાડતા હતા, જેથી કોઈને શંકા ન થાય.

ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. બુધાવારે રાજકોટના ભૂપેન્દ્ર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે કેટલિક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. રાજકોટ ખાતેનું આ મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તક આવે છે. એવી માહિતી મળી છે કે, હાલ રાકેશ પ્રસાદની ગાદી હોવાથી એજન્દ્ર પ્રસાદ જૂથની મહિલાઓએ હોબાળો કર્યો હતો. આ હોબોળો મંદિર ખાતે શાકોત્સવ દરમિયાન થયો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફેસબુકથી મહિલાને વીડિયો કોલ કરે છે. મહિલાઓએ મંદિર ખાતે “ખોટા સ્વામી ન જોઈએ”ના નારા સાથે હોબાળો મચાવ્યો હતો. જે બાદમાં પોલીસે મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો હતો.

શું છે આખો મામલો ?

પાંચમી નવેમ્બરના રોજ પોતાને મંદિરના મહંત ગણાવતા મુકુંદસ્વામીએ એક મહિલાને વીડિયો કોલ કર્યો હતો. જોકે, મહિલાએ તે ફોન ઉપાડ્યો ન હતો. જે બાદમાં મુકુંદસ્વામીએ મહિલા સાથે ફેસબુક મેસેન્જરના માધ્યમથી ચેટિંગ
કરવાનું શરું કર્યું હતું. આ દરમિયાન મહિલા મુકુંદસ્વામીએ એવું કહે છે કે, સાધુએ ફોન કે ફેસબુકનો ઉપયોગ ન કરવો જોઈએ. જયારે બીજી તરફ મુકુંદસ્વામી કોઈને કોઈ બહાના કાઢીને મહિલા સાથે ચેટિંગ ચાલુ રાખે છે. આ ઉપરાંત સ્વામી મહિલાને મહારાષ્ટ્રમાં સત્સંગ કરવાનું પણ જણાવે છે. આ જ વાતનો વિરોધ બુધવારે મહિલાઓએ ભૂપેન્દ્રરોડ ખાતે આવેલા મંદિરમાં પહોંચીને કર્યો હતો. બુધવારે રાજકોટના મંદિર ખાતે વડતાલના પીઠાધીશ્વાસ રાકેશપ્રસાદજી આવ્યા હોવાથી મહિલાઓ તેમને આ અંગે ફરિયાદ કરવા પહોંચી હતી.

મુકુંદસ્વામી અને સત્સંગી મહિલા સાથે શું વાતચીત થઈ ?

મુકુંદસ્વામી : જય સ્વામિનારાયણ.                                                                                      (આટલો મેસેજ કર્યા બાદ મુકુંદસ્વામી સત્સંગી મહિલાને ફેસબુકથી વીડિયો કોલ કરે છે)
મહિલા : કોલ નહીં કરવા.
મુકુંદસ્વામી : સોરી…..ભૂલથી લાગી ગયો, હવે નહીં કરું.
મહિલા : તમે સ્વામી છો? ક્યા મંદિરના?
મુકુંદસ્વામી : હા, વડતાલ, મારે કોઈ સાથે કશું લેવા દેવા નથી.
મહિલા : સ્વામી હોય તેને પહેલા ફેસબુકનો ઉપયોગ ન કરવાનો હોય, એ ખબર છે?
મુકુંદસ્વામી : મારો ભગવાન મને સૂવાડે છે, જગાડે છે.
મહિલા : ફેસબુક યૂઝ કરવું હતું તો સંસારમાં રહેવાય ને?
મુકુંદસ્વામી : તમારા બોલવાથી એવું લાગે છે તમે જૂના પક્ષના છો.
મહિલા : આ ફેસબુક તમને ન શોભે, સાધુ તો ભજનમાં શોભે.

મુકુંદસ્વામી : કઈ રીતે? મારા ફેસબુકમાંથી ઘણા લોકો મળ્યા, મારા કામ પણ થયા છે, એ લોકો મંદિરે જતા થયા તો એમાં ખોટું શું છે?
મહિલા : તમારે શું કામ હોય? તમારે તો ભજન કરવાના હોય.
મુકુંદસ્વામી : તમે મહારાષ્ટ્રમાં આવ્યા છો? તમે ગુજરાતનો સત્સંગ જુઓ છો ક્યારેક મહારાષ્ટ્રનો જુઓ તો ખબર પડે સત્સંગ કેમ થાય.
મહિલા : સત્સંગી જીવનમાં સાધુના નિયમ વાંચી લેજો.
મુકુંદસ્વામી : તું જો તો ખબર પડે કે સત્સંગ કેમ થાય.
મહિલા : તુકારો નહીં દેવાનો. સભ્યતાથી બોલો.
મુકુંદસ્વામી : સભ્યતા છે હજી, એટલે વાત કરીએ છીએ.
મહિલા : જે ફેસબુક યૂઝ કરતા હોય એને સ્વામિનારાયણના સાધુ જ ન કહેવાય.
મુકુંદસ્વામી : હા જી, તમે એક કામ કરશો? સારું થયું તમે મળ્યા, મહારાષ્ટ્રમાં જજો એકવાર ત્યાં સત્સંગ કેવો થાય જોજો.                                                                                                                 (મહિલાએ જવાબ ન આપતા સ્વામી બીજો મેસેજ કરે છે.)
મુકુંદસ્વામી : શું થયું? સોરી. બાય જય સ્વામિનારાયણ.
મહિલા : ફેસબુકમાં તો ન જોવાનું આવતું હોય.
મુકુંદસ્વામી : શું?

મહિલા : ફેસબુક ન યુઝ કરવાનું હોય સ્વામી. આવું બધું યૂઝ કરવું હોય તો ભગવા ઉતારી સંસારમાં રહો. આવું સ્વામી હોય તેને ન શોભે.
મુકુંદસ્વામી : પણ તમે કેમ આટલી ચિંતા કરો છો?
મહિલા : મહારાજ પણ દુઃખી થતા હશે કે મારા સાધુ આવા?
મુકુંદસ્વામી : એમ, મને તો કીધું પણ નહીં કે મને દુઃખ થાય છે, તમારા ઘરેથી શું કરે બેન?
મહિલા : સાધુને કોઈ બેન કે કોઈ હોય જ નહીં સમજો.
મુકુંદસ્વામી : તમારા ઘરેથી કોઈનો નંબર આપશોજી?
મહિલા : કેમ? નંબર શું કામ છે બોલો.
મુકુંદસ્વામી : કામ છે, નંબર આપો.
મહિલા : આવા સાધુ નથી જોયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. જે ફેસબુક સહિત બધું યૂઝ કરતા હોય.
મુકુંદસ્વામી : તો કેવા જોઇયે? લૂંટવાવાળા, ખોટું બોલવાવાળા.
મહિલા : ભજન કરે, ભગવાન સિવાય એને બીજું કોઈ ન હોય એવા મારા સ્વામિનારાયણ ભગવાનના સાધુ હોય, નહીં કે આવા FB યુઝ કરે અને બહેનો સાથે વાતું કરે એવા.
મુકુંદસ્વામી : બહેનોએ પહેલા ચાલુ કર્યું. ઓકે, બાય, જય સ્વામિનારાયણ.
મહિલા : શું બહેનોએ ચાલુ કર્યું હે?
મુકુંદસ્વામી : સોરી, બાય.
મહિલા : સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો બહેનોનો ફોટો જોવાય તોય ઉપવાસ કરવો પડે, ને તમે તો અમારા પિક્ચર્સ જોવો છો હે. શરમ કરો હવે.
મુકુંદસ્વામી : તમે બહુ કર્યું હવે. માફ કરો.
મહિલા : મારા પિક્સ કેમ લીધા? બોલો તો પેલા.
મુકુંદસ્વામી : એક વાત પૂછું, તમને બતાવવા.
મહિલા : કોઈના પિક્સ લેવાનો કોઈને અધિકાર નથી.
મુકુંદસ્વામી : ક્યા પક્ષમાં છો તમે?
મહિલા : હું કોઈ પક્ષમાં નથી. હું ગુરુકુળ પણ જાઉ છું.
મુકુંદસ્વામી : તમે કીધું નહીં. ક્યા ગુરુકુળમાં જાવ છો?
મહિલા : હવે તમારે જવાબ જોઈએ છે ને? હું એવો જવાબ આપીશ કે, સંપ્રદાય યાદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *