અત્યાર સુધી તો દરેક રાજ્ય કરતા ગુજરાતને(Gujarat) સલામત રાજ્ય ગણવામાં આવતું હતું. પરંતુ વધતા જતા દુષ્કર્મના કેસોને જોતા હાલ તો એ પણ સલામત ન હોય તેવું લાગી રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના બનાવોમાં અતિશય વધારો થતો જોવા મળ્યો છે, જે ખરેખર ચિંતાનો વિષય બની રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન 3796 દુષ્કર્મના કેસ અને 12 દિવસે સરેરાશ 1 ગેંગરેપનો કેસ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 5 દુષ્કર્મના બનાવો બની રહ્યા છે. આ બનાવોમાં જેની સામે ગુનો નોંધાયો છે તેમાંના 203 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.
અમદાવાદમાં દરરોજ સરેરાશ 1 દુષ્કર્મનો બનાવ:
એક રીપોર્ટ અનુસાર, અમદાવાદમાં સૌથી વધુ 729 દુષ્કર્મના બનાવો નોંધાયેલા છે. એટલે કે અમદાવાદમાં દરરોજ સરેરાશ એક બનાવ બની રહ્યો છે. આ સિવાય અમદાવાદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 16 બનાવ સામુહિક દુષ્કર્મના છે.
રાજ્યમાં 2 વર્ષમાં ગેંગરેપના 61 બનાવ:
રાજ્યમાં માત્ર દુષ્કર્મ જ નહિ પરંતુ, સામુહિક દુષ્કર્મના પણ ચિંતાજનક આકડો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં સામુહિક દુષ્કર્મના 61 બનાવ બન્યા હોવાની વિગતો સામે આવી છે. તેમાંથી અમદાવાદમાં સૌથી વધુ સામુહિક દુષ્કર્મના 16 બનાવ નોંધાયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં બે વર્ષમાં દુષ્કર્મના 1014 અને ગેંગરેપના 25 બનાવ:
મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ગેંગરેપના 25 તેમજ દુષ્કર્મના 1041 બનાવો નોંધાયા છે. આ જિલ્લાઓમાં સૌથી વધુ કચ્છમાં 166 અને સૌથી ઓછા પોરબંદરમાં 24 કેસ નોંધાયા છે. આ બનાવોમાં 43 આરોપીઓ હજી પણ ફરાર છે, તેઓને પોલીસ હજુ સુધી પકડી શકી નથી.
મધ્ય ગુજરાતમાં બે વર્ષમાં દુષ્કર્મના 1385 અને ગેંગરેપના 23 કેસ:
મધ્ય ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા બે વર્ષ દરમિયાન મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં દુષ્કર્મના 1385 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાં અમદાવાદમાં સૌથી વધુ 729 અને સૌથી ઓછા આણંદમાં 52 કેસ નોંધાયા છે. જાણવા મળ્યું છે કે, આ કેસોમાં 74 આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે.
ઉત્તર ગુજરાતમાં દુષ્કર્મના 544 અને ગેંગરેપના 4 કેસ:
એક રીપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષમાં ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં દુષ્કર્મના 544 અને ગેંગરેપના 4 કેસ નોંધાયા છે. આ દરમિયાન 40 આરોપીઓ હજી પણ પકડવાના બાકી છે. પોલીસ તેને હજુ સુધી પકડી શકી નથી.
દક્ષિણ ગુજરાતમાં દુષ્કર્મના 826 અને ગેંગરેપના 09 કેસ:
દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સૌથી વધુ સુરતમાં 508 અને સૌથી ઓછા ડાંગમાં 7 કેસ નોંધાયા છે સાત જિલ્લાઓના તમામ કેસોમાં દુષ્કર્મના 826 અને ગેંગરેપના 9 કેસ નોંધાયા છે. આ બનાવોમાં 55 આરોપીઓને હજી પણ પોલીસ પકડી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.