અલ્પા પટેલ આજે ઓસ્ટ્રેલિયાની ધરતી પર જમાવશે ગરબાની રમઝટ! ગુજરાતીઓ માટે ગૌરવવંતી ક્ષણ

ગુજરાત(Gujarat)ના લોકપ્રિય ગાયિકા એટલે અલ્પા પટેલ(Alpa Patel)ને આપણે સૌ ઓળખતા જ હશું. ફક્ત ગુજરાત પુરતું જ નહિ પરંતુ દેશ વિદેશની ધરતી પર પણ અલ્પા પટેલ ગુજરાતી ગીતો(Gujarati songs) અને ભજનો(Bhajan)નું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ અલ્પા પટેલને વિદેશની ધરતીમાં ખૂબ જ અનેરો અને અનોખો જ આવકાર મળ્યો છે. જોવામાં આવે તો આવો આવકાર ભાગ્યે જ કોઈ ગુજરાતી ગાયિકા(Gujarati singer) કલાકારને મળ્યો હશે. અમે તમને એવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જે, ગુજરાત માટે તો ગૌરવવંતી ક્ષણ છે સાથે દેશ માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે.

આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતના દરેક લોકપ્રિય કલાકારો દેશ-વિદેશોમાં ડાયરા અને કાર્યક્રમોમાં ગુજરાતી ગીતો અને ભજનોની રમઝટ બોંલાવતા હોય છે. ત્યારે આ દરમિયાન હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ધરતી પર લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ એક અનેરો ઈતિહાસ રચવા જઇ રહ્યા છે. તમને જાણીને નવાઈ સાથે આચંકો પણ લાગશે કારણ કે,ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં અલ્પા પટેલની ગરબા નાઈટ યોજાવા જઈ રહી છે, આ ગરબા નાઈટ એટલે ” ના ભૂતો ના ભવિષ્યતી” કારણ કે ખરેખર પ્રથમવાર કોઈ ગુજરાતી કલાકારની મેલબોર્નમાં આવી ભવ્ય ગરબા નાઈટ યોજાવવા માટે જઇ રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, અલ્પાબેન પટેલ અને સાગરદાન ગઢવીની જુગલબંધી દ્વારા રંગરાસ -2022 ગરબા નાઇટનું આયોજન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તારીખ 23 જુલાઈનાં રોજ એટલે જે આજે કરવામાં આવેલું છે. આ ગરબા નાઈટનું પૂર્વ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, ભાગ્યે જ કોઈ ગુજરાતી કલાકારનાં ઇવેન્ટની વિદેશની ઘરતી પર પ્રમોશન કરવામા આવ્યું હોય. માત્ર એટલું જ નહિ પરંતુ આ ઇવેન્ટ માટે જે ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, તેના વિશે પણ થોડું જાણીએ.

તમને જાણીને ખુશીના ફુવારા છૂટી જશે કારણ કે, અલ્પા પટેલની આ રાસ રંગ ગરબા નાઈટ ઓસ્ટ્રેલિયાની ભવ્ય, મોટી અને લાંબી ઇવેન્ટ છે. મેલબોર્ન શહેરમાં દરેક જગ્યા એ અતિ આકર્ષક હોલ્ડિંગસ લગાવવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, હાલ સુધીમાં આટલી મોટી સંખ્યામાં જાહેર હાઇવે પર કોઈ ગુજરાતી કલાકારોના હોર્ડિંગ લાગ્યા નથી, ત્યારે અલ્પાબેનની આ ઇવેન્ટને એટલી આવકારવામાં આવી છે. તેમજ અત્યાર સુધી કોઈ ગુજરાતી કલાકારની આટલી લાંબી ઇવેન્ટ યોજાઈ નથી.

જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે પેક હોલમાં 200-500 લોકો હોય છે. માત્ર એટલું જ નહી પરંતુ અહીં મેલબોર્નના તમામ આશરે 5000 ગુજરાતીઓ આ ઇવેન્ટમાં આવવાના છે. ખરેખર અલ્પા બેન પટેલની આ ઇવેન્ટ દરેક ગુજરાતીઓ માટે ગૌરવવંતી ક્ષણ છે કારણ કે, વિદેશની ધરતી પર ગુજરાતની પરંપરા અને ભજનો અને લોકગીતો ને ગુજતાં કરવા એ ખૂબ જ અનેરી અને અનોખી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *