બનાસકાંઠામાં પાણી માટે વલખા મારતા 125 ગામના ખેડૂતોએ દીવા પ્રગટાવી વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠા(Banaskantha): આજે પણ ઘણી જગ્યાએ લોકોને પીવાના પાણી(Water) માટે પણ વલખા મારવા પડે છે. આવી જ એક ઘટના બનાસકાઠામાંથી સામે આવી છે. જાણવા મળ્યું છે…

બનાસકાંઠા(Banaskantha): આજે પણ ઘણી જગ્યાએ લોકોને પીવાના પાણી(Water) માટે પણ વલખા મારવા પડે છે. આવી જ એક ઘટના બનાસકાઠામાંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, હાલ બનાસકાઠાના વડગામ(Vadgam) અને પાલનપુર(Palanpur) પંથકમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઇ છે. તેથી પાણીની માંગને લઈને 125 ગામોના ખેડૂતોએ વડગામમાં આવેલા કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી ભરવા માટે ગુરુવારે ‘ભગવાન સરકારને સદબુદ્ધિ આપે’ તે માટે દરેક ગામોમાં દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી.

મળતી માહિતી અનુસાર, આ પ્રસંગે અનેક મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાજ અદા કરીને દુઆ કરી હતી. તેમજ સૌ કોઈએ દીવા પ્રગટાવ્યા હોવાને કારણે ગામોમાં તો જાણે દિવાળી અને નવરાત્રી હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ, ખરેખર આ દીવાઓ તો સરકારને સંદેશો આપવા માટે પ્રગટાવવામાં આવ્યા હતા. આ સિવાય દીવા પ્રગટવાની સાથે મહાઆરતીઓ કરી વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. જેથી સરકાર જાગૃત બની આ સમસ્યાનું સમાધાન આપે.

ત્યાના ખેડૂતોએ આ પહેલા પણ ઘણી વાર સરકાર પાસે કરમાવત તળાવ ભરવાની માંગ કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ પગલાઓ લેવામાં આવતા નથી. તેથી હવે આખરે ખેડૂતોએ ભગવાનના શરણે જવું પડ્યું છે. ત્યાના ખેડૂતોના જણાવ્યા અનુસાર, અઠવાડિયા પહેલા જ વડગામ અને પાલનપુરના 125 ગામોના 15 હજારથી વધુ ખેડૂતોએ મહારેલી યોજીને વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને કરમાવત તળાવ ભરવાની માંગ કરી હતી. જોકે, હજુ સુધી સરકાર તરફથી આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ન ભરાતા ખેડૂતો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ કારણોસર ખેડૂતોએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, જેથી સરકાર ખેડૂતોની વેદના સમજે અને પાણી આપે. આ રીતે પાણી વગર મુશ્કેલી ભોગવી રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છતાં કોઈ જ પરિણામ ન આવતા હવે ખેડૂતો ભગવાનના શરણે ગયા છે. સાથે જ ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઊચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *