કિંગમેકર અલ્પેશ કથીરિયા: પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાનું રાજકીય ભવિષ્ય શું? કઈ પાર્ટીમાં જોડાશે?

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને યુવા દિલોની ધડકન ગણાતા એવા અલ્પેશ કથીરિયા આગામી વિધાનસભાની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે અન્ય કેટલાય પાટીદાર…

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને યુવા દિલોની ધડકન ગણાતા એવા અલ્પેશ કથીરિયા આગામી વિધાનસભાની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે અન્ય કેટલાય પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો કોઈને કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે. પાટીદાર અનામત આંદોલનને લીધે લોકચાહના મેળવેલ એવા હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલીયા, નીખીલ સવાણી જેવા યુવા ચહેરાઓ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. જયારે બીજી તરફ ધાર્મિક માલવિયા પણ રાજકીય પક્ષમાં જોડાઈને પરત ફર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરા ગણાતા અલ્પેશ કથીરિયા ક્યાં પક્ષમાં રાજકીય ભવિષ્ય ગોતી રહ્યા છે, તેમના પર અનેક યુવાનો અને લોકોની નજર છે.

શું ભાજપમાં જોડાઈ શકે છે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા?
અલ્પેશ કથીરિયા સહીત અન્ય કેટલાય પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાએ આ આંદોલન શરુ કર્યું હતું ત્યારે ભાજપ સતા પક્ષમાં હતું અને હજુ પણ છે. ભાજપની ગંદી રાજનીતિને બદલવા માટે પાટીદાર યુવાનોએ પોતાના આંદોલનની એક શુભ શરૂઆત કરી હતી. ત્યારે આ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સૌથી મોટા નેતા અમિત શાહને પણ નિશાને લીધા હતા. ત્યારે હવે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ તેવી શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે. પાટીદાર આંદોલન વખતે અમિત શાહને ‘જનરલ ડાયર’ તરીકે સંબોધવામાં આવતા હતા.

કોંગ્રેસમાં જોડાઈ શકે છે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા?
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા હાર્દિક પટેલને લીધે કોંગ્રેસમાં પ્રવેશી શકે છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસની નબળી સ્થિતિને જોઇને કદાચ એવું લાગી રહ્યું છે કે તે કોંગ્રેસ પાર્ટીમાં નહિ જઈ શકે. ગત કોર્પોરેશનની ચુંટણીમાં પાસના નેતા એવા ધાર્મિક માલવિયાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ઉભું રહેવાની સંપૂર્ણ તૈયારીઓ દર્શાવી હતી. પરંતુ તેણે કહ્યું કે કોંગ્રેસે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તે જ સમયે કોંગ્રેસને છોડી દીધી હતી. જેથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતાઓ નહીવત છે.

AAPમાં જોડાઈ શકે છે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા?
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા માટે વધુ એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે. અલ્પેશ કથીરિયા હાલમાં જે પ્રકારે નિવેદનો કરી રહ્યા છે તેમને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. પાટીદાર મતદારોની સૌથી વધારે અસર કામરેજ અને વરાછા બેઠક પર જોવા મળે છે. ત્યારે હવે બંને બેઠકમાંથી કોઈ પણ એક બેઠક પર લાભ અપાવી શકે છે. આમ આદમી પાર્ટી સામે એક મોટો પડકાર છે કે અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતારવા.

પાટીદાર અનામત આંદોલનને રાખી શકે છે જીવંત:
અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનને શરુ રાખી શકે છે. અલ્પેશ કથીરિયા પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ન કરે તો સમાજના એક કદાવર નેતા તરીકેની ભૂમિકા ભજવી શકે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના હજુ પણ કેટલાક મુદ્દાઓ ઉકેલાયા નથી. જેથી તેણે લીધે તે પોતાનું આંદોલન શરુ રાખી શકે છે. યુવાનોની સામે જે કેસો દાખલ કર્યા છે તેને લઈને આંદોલનની લડત શરુ રાખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *