મોડી રાત્રે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ઘટના સ્થળે જ ચારનાં મોત, JCB થી કાઢવા પડ્યા મૃતદેહ

છોટાઉદેપુર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર ર્ક અકસ્માતનો ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યા છે.જાણવા મળ્યું છે કે, એસટી બસ…

છોટાઉદેપુર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર ર્ક અકસ્માતનો ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યા છે.જાણવા મળ્યું છે કે, એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા છે અને ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

આ અકસ્માત બોડેલી-વડોદરા હાઇવે પર છુછપુરા પાસે સર્જાયો હતો. એસટી બસની ટક્કર એટલી જોરદાર હતી કે, કારમાં ફસાયેલા લોકોએ અંદર જ દમ તોડી દીધો હતો. તેમને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. આ અકસ્માત મોડી રાત્રે થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, બોડેલી-વડોદરા હાઈવે પર છુછપુરા પાસે મધ્ય રાત્રિએ એક એસટી બસ અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચા નીકળી ગયા હતા.

એસ.ટી. બસ કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હતી. જ્યારે ક્રેટા કાર મધ્ય પ્રદેશના પાર્સિંગની છે. જાણવા મળ્યું છે કે, બસમાં સવાર તમામ લોકોને કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી. બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા.

ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તો પોલીસ પણ તાત્કિલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામાં અવી હતી. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.

જાણવા મળ્યું છે કે, કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની બસ કાલાવડથી છોટાઉદેપુર આવી રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *