અલ્પેશ કથીરિયા થયો જેલ મુક્ત: જાણો હવે આગળ શું કરશે ?

TrishulNews.com
Loading...
trishulnews.com ads

હાઈકોર્ટ દ્બારા સુરતના PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુરતમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની સાથે-સાથે અન્ય કેટલીક શરતોને આધીન અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટે જામીન આપ્યા છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિથી સુરતના PAAS કન્વીનરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ખભા પર ઉંચકીને લીધો હતો અને ગબ્બર ગબ્બરના નારા લગાવ્યા હતા.

trishulnews.com ads

જેલ મુક્તિ બાદ અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાયદાની પ્રક્રિયાને માન આપીને ફરીથી ન્યાયતંત્રએ જામીન આપ્યા છે. તેની જે શરતો છે. તે અનુસાર છ મહિના બહાર રહેવાનું છે. પરિવારથી અલગ અને સુરતથી દૂર, નવસારી, બારડોલી અને સુરતની આજુબાજુ રહીશ. એટલે કોર્ટમાં જ્યારે તારીખ હોય અને કોર્ટની પ્રક્રિયામાં સાથ સહકાર આપવાનો હોય એટલા માટે એ રીતે ગોઠવીશું.


Loading...

આગળની રણનીતિ બાબતે અલ્પેશે જણાવ્યું હતું કે, તમામ લોકોને ફરીથી મળીશું. જે જૂની ટીમ હતી અને અત્યારે જે લોકો સક્રિય છે. તે બધાને મળી ચર્ચા કરીને આગળ નિર્ણય લઈશું.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયાને સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સમગ્ર મામલો વારાછા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જ્યાં અલ્પેશ કથીરિયાએ પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જેને લઇને પોલીસે અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કરવાની સુરત કોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટ દ્વારા અલ્પેશના જામીન રદ્દ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા અલ્પેશની સુરત પોલીસે તેના એક મિત્રના લગ્નમાંથી ધરપકડ કરીને સુરત કોર્ટમાં રજૂ કરી લાજપોર જેલ મોકલી આપ્યો હતો. જેના કારણે અલ્પેશના વકીલ દ્વારા હાઈકોર્ટમાં જામીનની અરજી કરવામાં આવી હતી.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...