PM મોદીએ સુરત લોકસભા બેઠક પર ન ઇચ્છવા છતાં પણ શા માટે દર્શના જરદોશને રિપીટ કરવા પડ્યા?

Published on: 1:33 pm, Sat, 13 April 19

સુરતની ૨૬ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભાજપે કેટલીક બેઠકો પર રિપિટ થિયરી અપનાવી છે. એમાં ખાસ કરીને સુરત બેઠક પર એવું માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે ભાજપ દર્શનાબેન જરદોશ ની ટિકિટ કાપી ને કોઈ અન્ય ઉમેદવારને ટિકિટ આપી શકે છે. પરંતુ અંતે ભાજપે સુરત સીટ પર પણ રિપિટ થિયરી અપનાવી પડી જેને લઇને અનેક ચર્ચાઓ ચાલી હતી.

દિલ્હી સ્થિત સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ઉમેદવાર બદલવા ઇચ્છતા હતા છતાં પણ અંતે દર્શના જરદોશને રીપીટ કરવા પડ્યા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે એવી તે શી મજબૂરી હતી કે સુરત સીટ પર ના ઇચ્છવા છતાં પણ રિપિટ થિયરી અપનાવી પડી.

રાજકીય પંડિતોનું માનીએ તો અંત સમય સુધી ટિકિટ જાહેર નહીં કરાતા એવું માનવામાં આવી રહ્યું હતું કે સુરત સીટ ઉપર ભાજપ શહેર પ્રમુખ નિતીન ભજિયાવાલાને મેદાનમાં ઉતારી શકે છે, કારણ કે સુરત લોકસભા સીટ ભાજપ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ અંતે આ સીટ પર મહેશ સવાણી નું નામ પણ ચર્ચામાં આવ્યું હતું જેને લઇને ભાજપનું હાઈ કમાન્ડ પણ વિચારમાં પડી ગયું હતું કે હવે આ સીટ પર કોને મેદાનમાં ઉતારવા, ત્યારે અંતે કાર્યકરોમાં નારાજગી પેદા થાય તે માટે છેવટે આ સીટ પર રિપીટ થિયરી અપનાવવાની જરૂર પડી.