અલ્પેશ કથિરિયાના ઘરણા: ડાંગ અકસ્માત પીડિતો સાથે ફોટો સેશન કરીને સરકાર અને મંત્રીઓ સહાય કરવામાં ઉણી ઉતરી

Published on: 7:49 am, Tue, 25 December 18

સાપુતારા બે દિવસ અગાઉ  માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ તથા હાલ સિવિલ હોસ્પિટલ સારવાર લઇ રહેલ ગુરુકૃપા ક્લાસીસના વિદ્યાર્થી ઓ તેમજ તેમના પરિવાર ની અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવીયા અને પાસ ટીમ દ્વારા મુલાકાત લેવા માં આવી. ત્યારે એક ચોંકાવનારી વાત બહાર આવી છે.

અકસ્માતના 24 કલાકમાં ભાજપ- કોંગ્રેસના નેતાઓની હોસ્પિટલમાં રીતસરની ફોટો સેશનની લાઈનો લાગી હતી, પ્રસષ્ટિ માટે સહાયની જાહેરાત કરી દેવામાં આવી પરંતુ હાલના સમય સુઘી સરકારનો કોઈ પ્રતિનિંઘી સરકારી સહાય લઈને કે તે માટે હોસ્પિટલ કે પીડિત પરિવાર સુધી પહોંચ્યો નથી. સુરતના વિપક્ષી નેતા પપ્પાનુ તોગડિયાએ આક્ષેપ કર્યો હતો કે સિરિયસ બાળકોની સારવાર ચાલી રહી હતી ત્યારે મળવા આવેલા આરોગ્ય મંત્રીએ પ્રતિબંધિત રમ માં જઈને ફોટો પડાવ્યા હતા. સીએમ વિજય રૂપાણી દ્વારા અકસ્માતના મૃતકોને 2.5 લાખ અને ઈજાગ્રસ્તોને 1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ સહાય હજુ સુધી મળવા પામેલ નથી.

 

આજે અલ્પેશ કથીરિયા ના જન્મદિન નિમિતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ પીડિત બાળકોને ફ્રુટ આપી તેમની ખબર પૂછી અને સમગ્ર ઘટના મામલે વાલીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે 14 જેટલા બાળકો મૃત્યુ પામ્યા અને હજુ 15 બાળકો હાલ સારવાર લઈ રહ્યા છે ત્યારે હજુ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી અને એક બાળકી હજુ પણ ગંભીર હાલતમાં છે જેથી તેને સારવાર માટે નાનપુરા ખાતે ખાનગી હોસ્પિટલ માં લઇ જવાઈ છે અને તેની સારવાર માટે 5 લાખ રૂપિયા ની માંગણી કરાઈ છે પરિવાર ની સ્થિતિ નથી કે તેઓ 5000 રૂપિયા પણ હાલ આપી શકે ત્યારે સરકાર અને મંત્રી ઓ માત્ર ફોટોગ્રાફી કરી સહાય ની વાતો કરી રહી છે તેને લઈ અલ્પેશ કથીરિયા સહીત પાસ ટિમ કલેકટર ઓફીસ પર ધારણ પર બેઠા છે સરકાર આ બાબતે યોગ્ય સહાય ન કરે ત્યાં સુધી ધરણા પર બેસશે.

ત્રિશુલ ન્યુઝ દ્વારા અકસ્માતના દિને જ એ અહેવાલ પ્રકાશિત કરવાં આવ્યો હતો જેમાં આશંકા વ્યક્ત કરાઈ હતી કે જસદણ જીતની ચિચિયારીઓ વચ્ચે 10 માસૂમના મોતની ચિચિયારી સંભળાતી બંધ? આ વાત અહીંયા સાચી થવા પામી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.