ગુજરાત(gujarat): 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections in Gujarat) આવવાની તૈયારી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂત કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના નેતા અલ્પેશ ઠાકોરની રાજનીતિ શરૂઆતથી જ હાલક-ડોલક રહી છે છે. કોંગ્રેસમાં જોડાયાના થોડા સમય બાદ જ બળવો કરી અલ્પેશે ભાજપમાં એન્ટ્રી મારી હતી. જે પછી મંત્રીપદની લાલચ હોવાનું પણ સ્પષ્ટપાને જોવા મળી રહ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે, 2019માં પેટાચૂંટણીમાં રઘુ દેસાઇ સામે કારમી હાર મળી હતી. ત્યાર બાદ હવે ફરી એક વખત અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર સક્રિય જોવા મળી રહ્યા છે. અત્યારથી જ બેઠકો અને સામાજિક મેળાવડા કરીને ચૂંટણીની તૈયારીમાં ઉતરી ગયા છે જેથી ભાજપ પુર્વ ધારાસભ્ય અને આગેવાનોને લાગી રહ્યું છે. ભાજપમાં અલ્પેશ ઠાકોરની એન્ટ્રી થતા ભાજપ પુર્વ ધારાસભ્ય અને આગેવાનોને પત્તું કપાઈ ગયું છે. જેના કારણે હવે સ્થાનિક ઉમેદવારની માંગને વહેતી કરાઇ છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે છે કારણ કે સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ખુદ ભાજપનાં પૂર્વ ધારાસભ્યો મેદાને આવી ગયા છે.
ભાજપ પુર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સહિતના આગેવાનો એકતા સમિતિના બેનર હેઠળ સંમલેનનું આયોજન કરી રાધનપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે. અહિયાં મહત્વનું છે કે, આગેવાનો આજે 2022માં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે સંમેલન કર્યું હતું. જેમાં એક સૂરે હામ ભરવામાં આવી હતી કે, રાધનપુર બેઠક પર કોઈ બહારનો નહીં પણ સ્થાનિક ઉમેદવાર ભાજપ ઉતારે તો જ બેઠક પર જીતી શકાશે. આ વિરોધ બાદ હવે 2022ની વિધાનસભાની રાધનપુરની બેઠક અલ્પેશ માટે જોખમી સાબિત થઈ શકે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.