પોલીસની બિરદાવવા લાયક કામ ગિરી! બસ સ્ટોપના રેલિંગમાં ફસાયેલા ત્રણ વર્ષના બાળકને જુઓ કેવી રીતે કાઢ્યું બહાર

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, પોલીસ અવારનવાર વિવાદાસ્પદ બનતી રહેતી હોય છે પરંતુ ઘણી વાર પોલીસ સારા કાર્યો પણ કરે છે. ત્યારે શહેરના અમરોલી…

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, પોલીસ અવારનવાર વિવાદાસ્પદ બનતી રહેતી હોય છે પરંતુ ઘણી વાર પોલીસ સારા કાર્યો પણ કરે છે. ત્યારે શહેરના અમરોલી પોલીસ(Amaroli Police)ની બિરદાવવા લાયક કામગીરી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, BRTS બસ સ્ટોપના રેલિંગમાં ફસાયેલા ત્રણ વર્ષના બાળકને રેસ્ક્યુ(Child rescue) કરી હેમ ખેમ બહાર કાઢવામાં આવ્યું છે.

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, રમતા રમતા બાળકનું ડોકું રેલિંગ વચ્ચે ફસાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકો દ્વરા બાળકને રેલિંગમાંથી કાઢવાની કોશિશ કરી હતી પરંતુ બાળક બહાર નીકળી રહ્યું ન હતું. આ અંગે જ્યારે અમરોલી પોલીસને જાણ થતાની સાથે જ પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે પહોંચીને ખુબ જ કાળજીપૂર્વક બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસના આ કાર્યને લોકો ખુબ જ બિરદાવી રહ્યા છે. આ બાળકના રેસ્ક્યુનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પોલીસ દ્વારા ભારે જહેમત બાદ બાળકને રેલીંગમાંથી બહાર કાઢવામાં આવે છે અને આજુ બાજુમાં રહેલા લોકો રાહતનો શ્વાસ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *