હું થોડો પાછળ રહી જાવ! CNGના ભાવમાં થયો કમરતોડ વધારો- જાણો નવો ભાવ

ગુજરાત(Gujarat): એપ્રિલ મહિનો શરુ થયો ને આમ જનતા માટે લઈને આવ્યો મોંઘવારી(Inflation)નો માર. પ્રથમ દિવસે જ સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. આજે કૉમર્શિયલ ગેસ…

ગુજરાત(Gujarat): એપ્રિલ મહિનો શરુ થયો ને આમ જનતા માટે લઈને આવ્યો મોંઘવારી(Inflation)નો માર. પ્રથમ દિવસે જ સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. આજે કૉમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial gas cylinder)ની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. બીજી બાજુ અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો(CNG price hike) ઝીંકી દેવામાં આવ્યો છે. જોકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

CNGની કિંમતમાં 5 રૂપિયાનો વધારો:
અમદાવાદમાં અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા પર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો.

અદાણી ગેસનો વિવિધ શહેરમાં CNGનો ભાવ:
વડોદરામાં 76.84 પ્રતિ કિલોગ્રામ, પોરબંદરમાં 82.59 પ્રતિ કિલોગ્રામ, ખેડામાં 80.59 પ્રતિ કિલોગ્રામ, સુરેન્દ્રનગરમાં 80.59 પ્રતિ કિલોગ્રામ, અમદાવાદમાં 79.59 પ્રતિ કિલોગ્રામ અને નવસારીમાં 80.59 પ્રતિ કિલોગ્રામ થયો છે.

LPG સિલિન્ડરમાં 250 રૂપિયાનો વધારો:
રાંધણ ગેસની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર હવે 2253 રૂપિયાનો થઈ ગયો છે. જોકે ઘરેલુ LPGની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 10 દિવસ પહેલા તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતને કારણે હવે બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *