રાજસ્થાનના અલવર (Alwar, Rajasthan) જિલ્લાના ભિવડી શહેરમાં બદમાશોએ માત્ર 17 મિનિટમાં એક્સિસ બેંકમાં લૂંટ (Axis Bank robbed) ની ઘટનાને અંજામ આપ્યો હતો. સોમવારે દિવસમાં બનેલી આ ઘટનામાં બદમાશોએ 93 લાખ 43 હજારની રોકડ અને 25 લાખની કિંમતનું સોનું લૂંટી લીધું હતું. આ ઘટના દરમિયાન બદમાશોએ કુલ 32 લોકોને બંધક બનાવ્યા હતા. જેમાં બેંક કર્મચારીઓ અને ગાર્ડ તેમજ અન્ય લોકોનો સમાવેશ થતો હતો. ગુનાને અંજામ આપ્યા બાદ બદમાશો ઉત્તર પ્રદેશ ભાગી ગયા છે. પોલીસ લૂંટારાઓને શોધીને યુપી પહોંચી ગઈ છે.
જયપુર રેન્જના આઈજી ઉમેશચંદ દત્તાએ જણાવ્યું કે, બદમાશોએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને 17 મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ખુલાસો થયો છે કે હથિયાર સાથે બદમાશો સવારે 9.30 વાગ્યે એક્સિસ બેંકના ગેટ પર આવ્યા હતા. જે બાદ તેણે પહેલા ગાર્ડને પિસ્તોલ દેખાડી બંધક બનાવ્યો, ત્યારબાદ 9.32 કલાકે બદમાશોએ ગ્રાહકો અને બેંક કર્મચારીઓને પિસ્તોલ બતાવી કેદ કરી લીધા હતા અને તેમને બંધક બનાવી સ્ટોર રૂમમાં બંધ કરી દીધા હતા.
View this post on Instagram
આ પછી માત્ર 17 મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપીને તે 9.47 વાગ્યે બાઇક પર ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં બદમાશો ભાગતા જોવા મળે છે. આ દરમિયાન બદમાશોએ બેંકના સ્ટ્રોંગ રૂમના લોકરમાં રાખેલા 93 લાખ 43 હજાર રોકડા અને 25 લાખની કિંમતનું સોનું લૂંટી લીધું હતું. લૂંટ દરમિયાન બદમાશોએ તેમના એક સાથીને બેંકના મુખ્ય ગેટ પર ઉભો રાખ્યો હતો. બેંકમાં આવનાર કોઈપણ ગ્રાહકને તે અંદર લઈ આવતો અને તેને પણ બંધક બનાવી લેતો. જેના કારણે બેંકની અંદર શું ચાલી રહ્યું છે તેની બહારના લોકોને ખબર ના પડે.
પોલીસના જણાવ્યા અનુસાર, જો ગ્રાહકોને બેંકની અંદર ન લઈ જવામાં આવ્યા હોત, તો લોકોની શંકાના આધારે, બદમાશો પકડાયા હોત. ઘટના બાદ પોલીસની ચાર ટીમો બદમાશોને પકડવા રવાના કરવામાં આવી છે. આ દરમિયાન કેસમાં પોલીસને મહત્વની લીડ મળી છે. બદમાશોનો પીછો કરતા પોલીસ હરિયાણાના ગુરુગ્રામ થઈને યુપીમાં પ્રવેશી છે.
સોમવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં બદમાશોનું લોકેશન આવી રહ્યું હતું. પોલીસની ટીમો સતત તેમનો પીછો કરી રહી છે. આઈજી ઉમેશચંદ્ર દત્તાએ જણાવ્યું કે બદમાશોના સંબંધમાં મહત્વપૂર્ણ લીડ મળી છે. ટીમ તેમના પર કામ કરી રહી છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. બેંક કર્મચારીઓની મિલીભગત અને લૂંટ કેસમાં અન્યોની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.