સુરત(SURAT): આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) ને કર્મચારીઓના આરોગ્ય અને સલામતી અંગે તાલિમ પૂરી પાડવા માટે માન્યતા મળી છે. ગુજરાત સરકારની સંસ્થા ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) દ્વારા સુરતમાં હજીરા ખાતે AM/NS Indiaની એકેડેમી ફોર સ્કીલ ડેવલપમેન્ટને આ માન્યતા આપવામાં આવી છે. તા. 25 જુલાઈના આદેશ અનુસાર આ માન્યતા બે વર્ષ માટે અમલમાં રહેશે અને તે પછી માન્યતા રિન્યુ કરાવવાની રહેશે.
AM/NS Indiaના એચઆર ઓપરેશન્સ, આઈઆર અને એડમિનિસ્ટ્રેશન વિભાગના વડા ડો. અનિલ મટૂ જણાવે છે કે, “આરોગ્ય અને સલામતિની તાલિમ પૂરી પાડવા માટે મંજૂરી મળતાં અમે ખૂબ ઉત્સાહી છીએ. ઔદ્યોગિક અકસ્માતો નિવારવા માટે આરોગ્ય અને સલામતિની તાલિમ મહત્વની છે. આ માન્યતાને કારણે અમારા તથા અન્ય ઉદ્યોગોના કામદારોને ઔદ્યોગિક અકસ્માતો તથા જીવ ગુમાવવાની સ્થિતિ નિવારવા માટે તાલિમ આપી શકીશું.”
આ સર્ટિફિકેશનને કારણે AM/NS India ઈન-હાઉસ ફેકલ્ટી અને ટ્રેનિંગ મોડ્યુલ્સ મારફતે આરોગ્ય અને સલામતિ અંગેની તાલિમ આપી શકશે. તાલિમ આપવા માટે કંપની 9 વ્યક્તિઓની સમર્પિત ફેકલ્ટી છે અને તે ઉંચાઈ પર કામ કરવા અંગે, કન્ફાઈન્ડ સ્પેસ એન્ટ્રી, મટિરિયલ હેન્ડલીંગ, મશીન ગાર્ડીંગ, ગેસ સેફ્ટી, વ્હિકલ અને ડ્રાઈવીંગ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ, એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ફેટાલિટી પ્રિવેન્શન સ્ટાન્ડર્ડઝ, પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ વગેરે વિવિધ પ્રકારના 19 વિષયોની તાલિમ પૂરી પાડશે.
અત્યાર સુધી, AM/NS Indiaએ તેમના કર્મચારીઓને ડીશ (DISH) દ્વારા માન્ય તાલિમ સેન્ટરમાં મોકલવા પડતા હતા અથવા તો તાલિમ પૂરી પાડવા માટે ફેકલ્ટીને આમંત્રણ આપવું પડતું હતું. આ સર્ટિફિકેશનથી કર્મચારીઓને આંતરિક ધોરણે તાલિમ પૂરી પાડવા માટેનો માર્ગ મોકળો થયો છે અને તેના કારણે સાધનો અને સમયની પણ નોંધપાત્ર બચત થશે. આ ઉપરાંત AM/NS India સમાન પ્રકારનો બિઝનેસ ધરાવતી અન્ય સંસ્થાઓના કામદારોને પણ આરોગ્ય અને સલામતિ અંગે તાલિમ પૂરી પાડી શકશે AM/NS India સાથે કામ કરતા અંદાજિત 24,000 લોકોને પ્રમાણપત્રનો સીધો ફાયદો થશે. આ ઉપરાંત, AM/NS India સમાન ઉદ્યોગ વ્યવસાયમાં કાર્યરત અન્ય સંસ્થાઓના કામદારોને આરોગ્ય અને સલામતી તાલીમ પણ પ્રદાન કરી શકશે.
AM/NS Indiaની એકેડેમી ફોર સ્કીલ ડેવલપમેન્ટ, AM/NS Indiaના કામદારોને વિષયલક્ષી અને પ્રેક્ટીકલ તાલિમ પૂરી પાડે છે. AM/NS Indiaએ તાજેતરમાં એકેડેમી માટે નવા અને મોટા બિલ્ડીંગ માટેની કામગીરી હાથ ધરી છે. આ બિલ્ડીંગ અદ્યતન લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ હોલ, ક્લાસરૂમ્સ, ટેકનિકલ લેબ્ઝ, કોમ્પ્યુટર લેબ્ઝ, લાયબ્રેરી અને અન્ય સુવિધાઓથી સજ્જ હશે. ગયા મહિને એકેડેમીએ કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી સાથે બી.એસસી- સ્ટીલ ટેકનોલોજી, બી.એસસી- રિન્યુએબલ એનર્જી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન સ્ટીલ ટેકનોલોજી ઓફર કરવા માટે સહયોગ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.