સુરત(surat): શહેરમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે શનિવારે સાંજના 4 વાગે સુરત-હજીરા બાયપાસ રોડ ઉપર આવેલા વ્યસ્ત વિસ્તારમાં GJ-06-AX-1313 રજીસ્ટ્રેશન નંબર ધરાવતી ટેન્કરમાં લાગી હતી. આ ઘટના શોર્ટ સર્કીટના કારણે બની હોય તેમ માનવામાં આવી રહ્યું છે. હજીરા પોલિસની ટીમે AM/NS India પ્લાન્ટ સિક્યોરિટી કન્ટ્રોલ રૂમને આગ અંગે જાણ કરી હતી. ત્યાર પછી આ માહિતી પ્લાન્ટની ફાયર અને સેફ્ટી ટીમને આપવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા આ ટીમ ઘટના સ્થળે ઝડપથી પોહચી ગઈ હતી અને જોયું તો ટેન્કરની કેબિનમાં આગની જ્વાળાઓ ફેલાયેલી હતી. સાવચેતીના ભાગરૂપે પોલિસે રોડ ઉપર વાહનોની અવર-જવર બંધ કરાવી હતી. AM/NS Indiaની ટીમે થોડીક જ મિનિટોમાં સફળતાપૂર્વક આગ બુઝાવી દેતાં તે ફેલાતી અટકી ગઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થયાની માહિતી મળી નથી અને ટીમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ છે.
આ ટેન્કરમાં 35 ટન જેટલું જ્વલનશીલ મોનો-ઈથેલીન ગ્લાયકોલનું વહન કરવામાં આવી રહ્યું હતું, જે હજીરા પોર્ટ ઉપરથી લદાઈને સિલવાસા તરફ જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, આ આગ ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કીટના કારણે લાગી હોય તેમ જણાય છે. શહેરમાં હજીરા ખાતે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાની ફાયર ટીમે મોનો-ઈથેલીન ગ્લાયકોલના ટેન્કરમાં લાગેલી આગ બુઝાવીને હજીરામાં મોટી દુર્ઘટના ટાળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.