AM/NS India એ T-20 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેળવ્યો વિજય

હજીરા-સુરત(SURAT): આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાની (AM/NS India) ટીમે શનિવારે એએમ/એનએસ ઈન્ડિયા ટી-20 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) ટીમને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ટુર્નામેન્ટનું આયોજન સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (એસડીસીએ) દ્વારા કરવામાં આવ્યું હતું.

AM/NS India હજીરાના ટાઉનશીપમાં આવેલા એએમએનએસ સ્ટેડિયા ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં AM/NS India એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. એસએમસીની ટીમ 8 વિકેટ સાથે 128 રન બનાવી શકી હતી. AM/NS India એ મેચના છેલ્લા બોલ પર લક્ષ્યને હાંસલ કરી લીધું હતું જ્યારે આ દરમિયાન ટીમે નવ વિકેટ ગુમાવી હતી.

AM/NS India ને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી, 19મી ઓવરમાં 9 રન બનાવ્યા હતા, જેના કારણે તેમને છેલ્લી ઓવરમાં 7 રન કરવાના બાકી હતા. છેલ્લા 2 બોલ પર સમીકરણ આવી ગયું હતું. જરૂરિયાત છેલ્લા બોલ પર એક રનની હતી, જે એએમ/એનએસ એ ખૂબ જ સારી રીતે બનાવીને એસએમસીની ટીમ સામે જોરદાર રસાકસી ભરી મેચ જીતવા સાથે ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.

AM/NS India ની ટીમના જય દેવરે ફાઈનલ મેચમાં કુલ 24 રન ફટકારવા અને તેની 4 ઓવરમાં 4 વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ ઉપરાંત, મેન ઓફ ધ સિરીઝ પણ જય દેવરને જ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં 104 રન બનાવ્યા હોવાની સાથે કુલ 12 વિકેટ લીધી હતી. એસએમસીની ટીમ તરફથી ચિરાગ પટેલને કુલ 7 ઇનિંગ્સમાં કુલ 200 રન બનાવવા બદલ શ્રેષ્ઠ બેટ્સમેન જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે એમએમસી ટીમ તરફથી રમી રહેલા જગદીશ સેલરે 6 ઇનિંગ્સમાં કુલ 14 વિકેટ સાથે શ્રેષ્ઠ બોલરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

“અમે હમણાં જ જે મેચ જોઈ છે તે ફાઈનલ માટે ખરેખર યોગ્ય હતી. હું બંને ટીમોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને રમત માટે અભિનંદન આપું છું કે જેઓએ અમને છેલ્લા બોલ સુધી રોકી રાખ્યા. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટીમો અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનવાની આ તકનો પણ હું અત્રે લાભ લઉં છું, કારણ કે અમને મેચ યોજવાની મંજૂરી આપવામાં આવી છે,” એમ  એએમ/એનએસ ઈન્ડિયાના એચઆર, આઈઆર અને એડમિનિસ્ટ્રેશનના વડા ડૉ. અનિલ મટુએ જણાવ્યું હતું.

મુખ્ય અતિથી એસએમસી કમિશનર શાલિની અગ્રવાલે પણ આ ફાઈનલ મેચ પ્રસંગે એએમએનએસ સ્ટેડિયા ખાતે હાજરી આપી હતી. આ ઉપરાંત, એસડીસીએના સેક્રેટરી ડૉ. નૈમેશ દેસાઈ પણ ઈનામ વિતરણ સમારોહમાં હાજર રહ્યા હતા. 35 દિવસ સુધી ચાલનારી આ લીગમાં 20 અગ્રણી ઉદ્યોગ ગૃહો, સુરત પોલીસ અને SMCની ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *