12 વર્ષમાં ત્રીજી વાર વાદળ ફાટ્યું , પરંતુ પહેલીવાર જોવા મળ્યો ખૌફનાક મંજર- જુઓ ભારે તબાહીના દ્રશ્યો 

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં શુક્રવારે એટલે કે ગઈકાલે અમરનાથ ગુફા(Amarnath Cave) પાસે તબાહીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. સાંજે 5.30 વાગ્યાની આસપાસ અચાનક વાદળ ફાટ્યા બાદ અહીં ભારે તારાજી જોવા મળી હતી. આ ઘટનામાં 16 લોકોના મોત(16 deaths) થયા હોવાની પુષ્ટિ થઇ છે. આ સિવાય હજુ પણ ઘણા લોકો લાપતા છે. ભારતીય સેના, NDRF, ITBP, જમ્મુ અને કાશ્મીર પોલીસની ટીમો મોડી રાત્રે બચાવ કામગીરીમાં લાગેલી છે.

ITBP દ્વારા કહેવામાં આવ્યું છે કે સાંજે ભારે વરસાદ શરૂ થયા બાદ અમે શ્રદ્ધાળુઓને તેમના તંબુઓ છોડીને અન્ય સ્થળોએ જવાની અપીલ કરી હતી. પરંતુ વાદળ ફાટતાં જ ત્યાં હાજર ભક્તોમાં હાહાકાર મચી ગયો હતો.

ક્લાઉડબર્સ્ટના જે વીડિયો સામે આવ્યા છે તે ખૂબ જ ડરામણા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અમરનાથ ગુફા પાસે પાણીનો ખૂબ જ જોરદાર પ્રવાહ વહી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પવિત્ર ગુફાની બાજુમાંથી અચાનક ધસારો થયો હતો. આ જોઈને ત્યાં હાજર ભક્તો પણ ડરી ગયા. જો કે આ કાટમાળ ઉપરના ભાગમાં આવેલા ટેન્ટની નજીક આવ્યો ન હતો, પરંતુ બાદમાં આ કાટમાળ નીચે આવ્યો અને તેમાં ઘણા ટેન્ટ ધોવાઈ ગયા.

આઈટીબીપીના પીઆરઓએ એમ પણ જણાવ્યું હતું કે પાણીના જોરદાર પ્રવાહને કારણે વચ્ચેના લગભગ 30-40 ટેન્ટ ધોવાઈ ગયા હતા. રાહતની વાત એ છે કે આ તંબુઓમાં ઓછા લોકો હતા કારણ કે ITBP દ્વારા લોકોને પહેલા જ ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા.

આ સાથે જ પાણીનો પ્રવાહ આવ્યા બાદ ITBPના જવાનોએ કેટલાક લોકોને ત્યાંથી હટાવ્યા હતા. પાણીનો પ્રવાહ કેટલો ઝડપી છે તે જોઈ શકાય છે. આ દરમિયાન ભક્તોમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરેખર, જ્યાંથી આ પાણી વહી રહ્યું છે, ત્યાં પહેલા ટેન્ટ અને લંગર હતા. પરંતુ આ વાદળ ફાટ્યા બાદ તે આ વહેણમાં વહી ગયા હતા.

સાથે જ રેસ્ક્યુ ઓપરેશનની કમાન ભારતીય સેનાએ પોતાના હાથમાં લીધી છે. NDRF, ITBP અને J&K પોલીસ સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ સમયે, ભારતીય સેના દ્વારા આ ઘટનાથી પ્રભાવિત લોકોને બચાવવા માટે છ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

આ સિવાય બચાવ માટે હેલિકોપ્ટર પણ લગાવવામાં આવ્યા છે. આની મદદથી નીચલી ગુફા પાસે ફસાયેલા ઘાયલ શ્રદ્ધાળુઓને બચાવી શકાય છે અને સારવાર આપવામાં આવી શકે છે.

સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પાસેથી ઘટનાની સંપૂર્ણ વિગતો લીધી. પીએમ નરેન્દ્ર મોદીની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે સહિત ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *