મુસ્લિમ યુવકે પેન્સિલની લીડ પર કંડાર્યા 4 એમએમના ગણપતી- કોમી એકતાનો સંદેશ પાઠવતી આ અદભુત કલા તમારું મન મોહી લેશે

અમદાવાદ(Ahmedabad): હાલ એક ખુબ જ અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ છીએ અમદાવાદના સલીમ શેખ(Salim Sheikh). અમદાવાદના આ વ્યક્તિને કુદરતે અદભુત કલા આપી છે. તેઓ પેન્સિલ(pencil), માંચીસની દીવાસળી પર અલગ અલગ કોતરણી કરી માઈક્રો આર્ટ(Micro art) તૈયાર કરે છે. જોકે, હિન્દૂ(Hindu) તહેવાર(festival) હોય કે મુસ્લિમ(Muslim) તહેવાર આવે તેના પર કાંઈ અલગ કામ કરે છે. આ રીતે તેઓ કોમી એકતાનો પણ સંદેશ આપે છે.

ત્યારે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. આ દરમિયાન સલીમ શેખે 6 ઇંચની પેન્સિલ પર 4 એમએમના ગણેશજી બનાવ્યા છે. આ ગણેશજીને જોવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવો પડે છે. આ માઈક્રો આર્ટ તૈયાર કરવા માટે 12 દિવસનો સમય લાગ્યો છે. આ અંગે સલીમ શેખ જણાવ્યું હતું કે, દેશમાં કોમી એકતાનો સંદેશો આપવા પેન્સિલ પર ગણેશજી બનાવ્યા છે.

પેન્સિલ પર કોતરણી કરવી ખૂબ મુશ્કેલ હોય છે. સલીમ શેખ દ્વારા 2011થી લઈ આજ દિવસ સુધી અલગ અલગ માઈક્રો આર્ટ તૈયાર કરાયા છે. જેમાં પેન્સિલ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર કર્યું હતું. આ સિવાય માચીસની દીવાસળી પર એક વ્યક્તિ ફ્લેગ લઈને ઉભો હોય તેવું આર્ટ તૈયાર કર્યું હતું. મચીસની દીવાસળીથી તાજ મહેલ બનાવ્યો હતો. તેમજ ભગવાન જગન્નાથ પણ બનાવ્યા હતા. ત્યારે હાલ ગણેશ ચતુર્થી નિમિત્તે પેન્સિલ પે ગણેશજી તૈયાર કરવામાં આવ્યા છે.

માઈક્રો આર્ટ કરવું એ ખુબ જ મુશ્કેલ કાર્ય છે. આ આર્ટ તૈયાર કરવામાં આંખો ખેંચાય, માથું દુઃખવા લાગે તેમ છતાં પણ દિલથી ગણેશજી બનાવ્યા છે. પેન્સિલમાં 4 એમ એમના ગણેશજી તૈયાર કર્યા છે તેના દર્શન કરવા માટે સલીમ અમદાવાદમાં ગણેશ પંડાલ બનાવ્યા છે ત્યાં લઈ જશે અને કોમી એકતાનો સંદેશ આપશે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતા મુસ્લિમ યુવાન સલીમ શેખ પોતાના પિતા સાથે ફૂટપાથ પર ચાવી બનાવતા હતા. ચાવી બનાવતા સલીમને વિચાર આવ્યો કે, કાંઈ અલગ કરવાનો. માચીસની દિવાસળી લીધી અને બેઠા બેઠા કોતરણી કરી. ત્યાર બાદ માચિસ દીવાસળી પર પોપટ તૈયાર કર્યો. 2011માં અને ત્યારથી લઈ આજ દિવસ સુધીમાં 100થી વધુ માઈક્રો આર્ટ તૈયાર કર્યા. માચીસની દિવાસળીથી તાજ મહેલ તૈયાર કર્યો હતો. સલીમનું રાષ્ટ્રપતિએ પણ સન્માન પણ કર્યું છે. આ રીતે સલીમ શેખ દ્વારા કોમી એકતાનો સંદેશ પણ પૂરો પાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *