હવામાન વિભાગની આ આગાહી તમારે જાણવી જરૂરી- આજે ગુજરાતના આ વિસ્તારને ધમરોળશે મેઘરાજા

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો હાલમાં તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અલગ-અલગ વિસ્તારમાં અને જિલ્લાઓમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે. આ બધાની…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો હાલમાં તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અલગ-અલગ વિસ્તારમાં અને જિલ્લાઓમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે. આ બધાની વચ્ચે ફરી એક વખત વરસાદને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વરસાદને લઈને આગાહી(Rain forecast) કરવામાં આવી છે.

જાણો આજે ક્યાં ખાબકશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે.

આ ઉપરાંત છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના નહીવત જોવા મળી રહી છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં પણ વાતાવરણ આજે સામાન્ય રહેશે તેવો અંદાજો હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ ખાબકી ચુક્યો છે:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ ખાબકી ચુક્યો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાય ચુક્યો છે. ગુજરાતના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબકી ચુક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *