દેશમાં કોરોનાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ દરરોજ કોરોનાના 50 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને બીજી તરફ મોટી સંખ્યામાં લોકો મંદિરે જઈને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે. હાલનાં સમયમાં દિવસેને દિવસે રોજ કોરોનાનાં કેસો વધી રહયા છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ભારત સમગ્ર વિશ્વમાં કોરોનામાં બીજા ક્રમે છે. આવા સમયે કોરોનાથી સાવચેતી રાખવી બહુ જરૂરી છે.
કોરોના લોકડાઉન પછી હાલ ભારત સરકાર ઘણી છુટી આપી રહી છે. નવરાત્રી અને દિવાળી આવતા ભારત સરકારે મંદિરો પણ ખોલ્યા છે. પરંતુ તેના અમુક નિયમો રાખ્યા છે, જેનું પાલન કરવું બધા નાગરિકની ફરજ છે. કોરોનામાં સુરક્ષિત રહેવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમો નું બધા નાગરિકોએ પાલન કરવું જોઈએ.
અત્યારે મંદિર ખોલવાથી અને નવરાત્રીના પાવન પર્વે માતાજીના મંદિરમાં લોકોની ભીડ જોવા મળે છે. આ ઉપરાંત લોકોએ સરકારના બધા નિયમોનો ઉલાળ્યો કર્યો છે. આવો જ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં બધા લોકોને જાણે કોરોનાનો ભય જ ન હોય અને કોરોના સાવ જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
મંદિર ખૂલવાથી નવરાત્રીના પાવન પર્વે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ ભેગી થઇ હતી. આ ભીડ અંબાજી મંદિરનાં મુખ્ય પ્રવેશદ્વારથી છેક ત્રીદેવી સર્કલ સુધી લાઇન હતી. આ ભીડમાં અમુક લોકો માસ્ક વગરના હતા. આ ઉપરાંત આ ભીડ માં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ જોવા મળ્યું ન હતું. બધા લોકો સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કનાં નિયમ નો ઉલાળ્યો કરી ને દર્શન માટે આવ્યા હતા.
સોમનાથમાં જયારે લોકો ભેગા થયા હતા એ સમયે લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તો અંબાજીમાં થયેલી ભીડમાં કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. દર્શન કરવા આવતા લોકોના સ્વાસ્થયને નુકશાન ન થાય તે માટે મંદિર સંચાલકો દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી. આ નિયમોનાં ભંગ થવાથી આ નવરાત્રીમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થાય એવા એંધાણ દેખાય રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle